ETV Bharat / state

સાબર ડેરી દ્વારા પશુધન માટેનો કેટલ ફીડ પ્લાન્ટ સ્થપાશે - NEWS OF THE DAY

સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા 150 કરોડના ખર્ચે વધુ એક કેટલ ફીડ પ્લાન્ટની સ્થાપના કરવા માટેની દરખાસ્ત તૈયાર કરાતા જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી છે.

સાબર ડેરી દ્વારા પશુધન માટેનો કેટલ ફીડ પ્લાન્ટ સ્થપાશે

author img

By

Published : Jun 19, 2021, 1:44 PM IST

  • સાબર ડેરી વધુ એક કેટલ ફીડ પ્લાન્ટ બનાવશે
  • 18 એકરમાં 150 કરોડનો થશે ખર્ચ
  • દૈનિક 500 મેટ્રિક ટન બનશે પશુ દાણ

સાબરકાંઠા: અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં દ્વારા 150 કરોડના ખર્ચે 500 મેટ્રિક ટનની ક્ષમતા ધરાવનારા પશુ દાણ બનાવવાનો પ્લાન્ટ માટેની દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી અપાતા બંને જિલ્લાના પશુપાલકોમાં ખુશી વ્યાપી છે. જોકે, પ્લાન્ટ તૈયાર થયા બાદ 3 લાખથી વધારે પશુપાલકોને કેટલ ફીડ મેળવવાની ખેંચ ઊભી નહીં થાય.

150 કરોડ જેટલા ખર્ચથી કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવશે

સામાન્ય રીતે પશુપાલકો માટે દૂધના ભાવ પોષણક્ષમ ભાવ મળી રહે તે મહત્વની જરૂરિયાત હોય છે. પશુઓ માટે પશુ દાણની પણ ખૂબ મોટી જરૂરિયાત રહેતી હોય છે. ત્યારે હાલમાં સાબર ડેરી દ્વારા કેટલફીડનો એક પ્લાન્ટ શરૂ છે. તેવા સમયમાં જોકે, આગામી સમય માટે વધુ એક પ્લાન્ટ બનાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે. જે મોડાસા અરવલ્લી ખાતે 18 એકર જમીનમાં પ્લાન્ટ બનાવવામાં આવશે. જેની ક્ષમતા પ્રતિદિન 500થી વધુ હશે સાથો સાથ 150 કરોડ જેટલા ખર્ચથી કેટલ ફીડ પ્લાન્ટ બનાવવામાં આવશે.

આ પણ વાંચો: સાબર ડેરી દ્વારા વિક્રમજનક ભાવ વધારો અપાતા પશુપાલકોમાં ખુશી

સરકાર તરફથી પણ આ મામલે લીલી ઝંડી મળે તેવી સંભાવના

જેના પગલે 3 લાખથી વધારે સભાસદોને સમયસર કેટલ ફીડ મળી રહેશે. આ માટેની દરખાસ્ત સાબર ડેરીના ચેરમેન સહિત બોર્ડના ડિરેક્ટરે તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી આપી છે. ત્યારે રાજ્ય સરકાર તરફથી પણ આ મામલે લીલી ઝંડી મળે તેવી સંભાવના છે. જેના પગલે આગામી ટૂંક સમયમાં સાબર ડેરી અંતર્ગત વધુ એક કેટલ ફીડ પ્લાન્ટ સાબરકાંઠાના પશુપાલકોને મળી શકશે.

આ પણ વાંચો: સાબર ડેરી દ્વારા ઘીના ભાવમાં રૂપિયા 12નો ઘટાડો, 2 જિલ્લામાં ખુશી

રાજ્ય સરકારને મોકલાઇ દરખાસ્ત

પશુપાલકો માટે સૌથી મહત્વની જરૂરિયાત પશુદાણની હોય છે. તેવા સમય-સંજોગો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબર ડેરી દ્વારા 150 કરોડના ખર્ચે 18 એકર જમીનમાં 500 મેટ્રિક ટનની ક્ષમતાવાળું કેટલ ફીડ બનાવવાની દરખાસ્ત તૈયાર કરીને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવી છે. જેના પગલે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા આ મામલે હકારાત્મક અભિપ્રાયને પગલે ટૂંક સમયમાં વધુ એક પ્લાન્ટ મળવાની સંભાવનાઓ શરૂ થઈ છે. જેના પગલે પશુપાલકોમાં પણ ખુશી સર્જાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.