ETV Bharat / state

ઇડરના ચિત્રોડામાં 800 વર્ષ જૂની પરંપરા યથાવત, મહિલાઓ કરે છે માતાજીની આરાધના - idar latest news

ઇડર: સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે 800 વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત છે. જેમાં દશેરાના પાવન પર્વે સમગ્ર વર્ષ દરમિયાન ઘર, પરિવાર તેમજ પશુપાલનમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે 800થી વધુ મહિલાઓ માથે ગરબા લઈ માતાજીની આરાધના કરે છે.

sabarkatha
author img

By

Published : Oct 9, 2019, 12:42 PM IST

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે 800 વર્ષથી પ્રાચીન પરંપરા આજે પણ યથાવત છે. જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ઘર પરિવાર તેમજ પશુપાલનમાં થયેલ સુખદ અનુભવની સાથે આગામી વર્ષમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે માટે જગત જનની માં જગદંબાનું સ્વરૂપ વારાહી માં ની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે. જેમાં ગામની મોટા ભાગની મહિલાઓ માટીના ગરબામાંથી લઈ ઘૂમે છે.

ઇડરના ચિત્રોડામાં 800 વર્ષ જૂની પરંપરા યથાવત, મહિલાઓ કરે છે માતાજીની આરાધના

800 વર્ષથી આ પરંપરા યથાવત હોવા છતાં આજ દિવસ સુધી કોઇ પણ મહિલાનો ગરબો માથેથી નીચે નથી પડ્યો. ગામમાં આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ગરબા જોવા આવે છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવે છે.

સ્થાનિક મહિલાઓએ કહ્યું કે, સમગ્ર વર્ષ દરમિયાન જગત જનની તેમજ ગામના રખોપા કરનારી વારાહી માતાજીનું આ વિશિષ્ટ આરાધના પાછળ દરેક પરિવારની સુખ અને સમૃદ્ધિ ટકી રહે તેમજ આગામી સમયમાં આ સમૃદ્ધિ વધતી રહે તેઓ ભાવ રહેલો છે. આજના દિવસે જે મહિલાઓ માથે ગરબો લઈ મા ની આરાધના કરે છે. તેમને પુત્ર પ્રાપ્તિ વંશવૃદ્ધિની સાથો સાથ પશુપાલનમાં પણ સમૃદ્ધિ થવાની માનતા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે, નવરાત્રીમાં માતાજીની આરાધના કરવામાં આવે છે. ઇડરનું ચિત્રોડા ગામ પોતાની 800 વર્ષ જૂની પરંપરાને જાળવી રાખે છે. મોટી સંખ્યામાં લોકો આ ગરબા નિહાળવા માટે ચિત્રોડામાં આવે છે.

Intro:સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે આઠસો વર્ષ જૂની પરંપરા આજે પણ યથાવત્ છે જેમાં દશેરાના પાવન પર્વે સમગ્ર વર્ષ દરમિયાન ઘર, પરિવાર તેમજ પશુપાલન માં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે 800થી વધુ મહિલાઓ માથે ગરબા લઈ માતાજીની આરાધના કરે છેBody:

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા ગામે ૮૦૦ વર્ષથી પ્રાચીન પરંપરા ચાલી આવે છે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ઘર પરિવાર તેમજ પશુપાલન માં થયેલ સુખદ અનુભવની સાથોસાથ આગામી વર્ષમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે આવતી માટે જગત જનની મા જગદંબાનું સ્વરૂપ એવા વારાહી માની વિશિષ્ટ આરાધના કરવામાં આવે છે જેમાં ગામના મોટા ભાગની મહિલાઓ માટીના ગરબા માંથી લઈ ઘૂમે છે જોકે છેલ્લા કેટલાય વર્ષથી આ પરંપરા યથાવત્ હોવા છતાં આજ દિન સુધી કોઇ પણ મહિલા નો ગરબો માથેથી પડતો નથી તેમજ ગામમાં આસપાસના વિસ્તારના લોકો પણ મોટી સંખ્યામાં આ દ્રશ્ય જોવા એકઠા થતા હોય છે ઇડર તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં આવું દ્રશ્ય આ ગામમાં જ સર્જાય છે જોકે સ્થાનિક મહિલાઓનું માનીએ તો સમગ્ર વર્ષ દરમિયાન જગત જનની તેમજ ગામના રખોપા કરનારી વારાહી માતાજીનું આ વિશિષ્ટ આરાધના પાછળ દરેક પરિવારની સુખ અને સમૃદ્ધિ ટકી રહે તેમજ આગામી સમયમાં આ સમૃદ્ધિ વધતી રહે તેઓ ભાવ રહેલો છે. આજના દિવસે જે મહિલાઓ માંથી ગરબો લઈ માની આરાધના કરે છે તેમને પુત્ર પ્રાપ્તિ વંશવૃદ્ધિ ની સાથોસાથ પશુપાલનમાં પણ સમૃદ્ધિ થવાની માનતા હોય છે જી પૂર્ણ થતા આ પ્રકારે માની વિશિષ્ટ આરાધના કરતા જોવા મળે છે

બાઈટ :ભીખુભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી
બાઈટ :સરદાર ભાઈ પટેલ,સ્થાનિક અગ્રણી
બાઈટ :મયુરીબેન પટેલ,સ્થાનિકConclusion: આજના યુગમાં વ્યક્તિ વ્યક્તિથી દૂર થતો રહેલો છે તેમજ વિવિધ સંપ્રદાય અને વાડા થકી વ્યક્તિ વ્યક્તિથી દૂર થવાની વાતો નો આ ગામ છેદ ઉડાડતું હોય તે પ્રકારે ગામમાં એકતા નો માહોલ જોવા મળે છે જોકે આવા ગામડા થકી ભારત એક અને અખંડિત છે તેવું સાબિત થાય છે ત્યારે વિવિધ સમાજોના નામે વિરોધાભાસ ઉભા કરી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે વૈમનસ્ય પેદા કરનારા લોકો માટે એકતાનું સ્વરૂપ કેવું હોય તે જાણવા લોકોએ આ ગામની મુલાકાત ચોક્કસ લેવી પડે
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.