- ગુજરાતના પ્રથમ શિખરબંધી કાલભૈરવ વિજય વિશેષ આરતી
- 741 આરતીએ અનોખું આકર્ષણ જમાવ્યું
- અન્ન પુરવઠા પ્રધાન તેમજ પૂર્વ શિક્ષણપ્રધાન રહ્યા હાજર
સાબરકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં સાબરકાંઠાના ઇડરના બોલુંન્દ્રા ગામે કાલભૈરવનું પ્રથમ શિખરબંધી મંદિર આવેલું છે. તેમજ આજે કાલભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશ નિમિત્તે આજે 741 દિવાની વિશેષ આરતી યોજાઇ હતી. જેમાં ગુજરાતના અન્ન પુરવઠા પ્રધાન ગજેન્દ્ર સિંહ પરમાર સહિત પૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાબરકાંઠા સહિત રાજસ્થાનથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહેતા હોય છે. તેમજ કાળી ચૌદસ નિમિત્તે યોજાતી 741 દીવાની વિશેષ આરતીનું વિશેષ મહત્વ હોવાના પગલે આજે ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભકતો પણ હાજર રહ્યા હતા.
પુરવઠા પ્રધાન તેમજ પૂર્વ શિક્ષણ પ્રધાન ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે ખાસ હાજર રહેલા ગુજરાત પુરવઠા પ્રધાનએ જણાવ્યું હતું કે આજના દિવસે તમામ ભાવિક ભક્તોના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય તેમ જ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુખ-સમૃદ્ધિમાં વધારો થાય તેવી ભગવાન પાસે વિશેષ માગણી કરી હતી. સાથોસાથ પૂર્વ શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વગુરુ બને તે દિશામાં આગળ વધી રહ્યું છે. તેમજ છેલ્લા પાંચ દિવસમાં સમગ્ર વિશ્વ ભારતની વાતને સ્વીકારી રહ્યું છે
કોરોના મહામારી ને દુર કરવા વિશેષ પૂજા કરી.
દુનિયામાં કાળો કેર મચાવનાર કોરોના મહામારી દૂર થાય તેવી કાલભૈરવ ભગવાન પાસે માંગ કરી હતી. જોકે આ પ્રસંગે યોજાયેલી આરતીમાં હાજર રહેવાની તક ને જીવનની અમૂલ્ય અવસર સમાન ગણાવી હતી.
આ પણ વાંચોઃ રામોજી ફિલ્મ સિટીમાં દિવાળી કાર્નિવલ, પ્રવાસીઓને મળી રહ્યું છે ભરપૂર મનોરંજન
આ પણ વાંચોઃ ઇડરીયા ગઢ ઉપર દુર્લભ કુદરતી શીલાઓનું અનેરું આકર્ષણ