સાબરકાંઠા: જિલ્લામાં બુધવારે આવેલા રિપોર્ટ મુજબ નવા 14 કોરોનાના કેસ સામે આવ્યા છે. જેમાં તલોદમાં સર્વોદય સોસાયટીના 51 વર્ષીય પુરુષ, ઇડરના ભદ્રેસરના 35 વર્ષીય પુરુષ, વડાલીના 42 વર્ષીય પુરુષ તેમજ હિંમતનગર શહેરમાં પોલો ગ્રાઉન્ડ વિસ્તારના 55 વર્ષીય મહિલા, નવી મહોલાત વિસ્તારમાં રહેતા 59 વર્ષીય પુરુષ, મહાવીર નગરમાં શાંતિ પાર્ક સોસાયટીમાં રહેતા 51 વર્ષીય પુરુષ અને 44 વર્ષીય પુરુષ, ઉમિયા પરિવાર વિસ્તારમાં 72 વર્ષીય પુરુષને, હસન નગર વિસ્તારમાં 54 વર્ષીય પુરુષ, બ્રહ્માણી નગર વિસ્તારમાં 58 વર્ષીય પુરુષ, આંબેડકર નગરમાં 45 વર્ષીય પુરુષ, જૂની સિવિલ વિસ્તારમાં 57 વર્ષીય પુરુષનો, સવગઢ વિસ્તારમાં મદની સોસાયટીમાં 36 વર્ષીય પુરુષ અને પાણપુર પાટિયામાં 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 397 કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 300 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. જ્યારે 7 દર્દીઓના મોત થયા છે તેમજ 90 દર્દીઓ સારવાર હેઠળ છે.