- છેલ્લા ચોવીસ કલાકમાં 12 પોઝિટિવ કેસ નોંધાયા
- સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત
સાબરકાંઠાઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે શુક્રવારે જિલ્લામાં એક સાથે 12 જેટલા કેસ કોરોના પોઝિટિવ આવતા સમગ્ર વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
જેમાં હિંમતનગર શહેરમાં મોટી વોરવાડમાં 75 વર્ષીય મહિલા, ભાટવાસમાં 40 વર્ષીય યુવક, અંજલી પાર્ક સોસાયટીમાં 65 વર્ષીય પુરુષ , પાનપુર ગામમાં 60 વર્ષીય મહિલા, માલી પેઠમલા ગામમાં 30 વર્ષીય યુવક, વકતાપુર માં 38 વર્ષીય યુવક, જનકપુરી સોસાયટીમાં 56 વર્ષીય પુરુષ ઇડર તાલુકામાં મસાલ ગામમાં 50 વર્ષીય પુરુષ અને 55 વર્ષીય મહિલા, વસઇ ગામમાં 73 વર્ષીય વૃદ્ધ પ્રાંતિજ શહેરમાં ગોપીનાથ સોસાયટીમાં 58 વર્ષીય પુરુષ પોશીનામાં 43 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જોકે દિન-પ્રતિદિન વધી રહેલા કોરોના પોઝિટિવ સામે વહીવટી તંત્ર દ્વારા વધુ પગલા લેવાની જરૂરિયાત છે. ત્યારે જોવું છે જે આગામી સમયમાં આ મામલે સરકાર દ્વારા વધુ કઠોર પગલાં ક્યારે લેવાશે..