ETV Bharat / state

Year Ender 2022 દેવાયત ખવડે લગાડ્યો રંગીલા રાજકોટ પર દાગ, તો આ વર્ષે ભાજપ-કૉંગ્રેસમાં જોવા મળી ઉથલપાથલ - Devayat Khavad arrested

રંગીલા રાજકોટ તરીકે સમગ્ર ગુજરાતમાં જાણીતા રાજકોટમાં આ વર્ષે (Political Situation in Rajkot) ચૂંટણીના કારણે (Gujarat Election 2022) રાજકીય પક્ષોમાં અનેક ઉથલપાથલ જોવા મળી હતી. ત્યારે આ વખતે જિલ્લાની આઠેય બેઠક પર ભાજપનો વિજય થયો હતો. ભાજપે નવા ચહેરાને મેદાને ઉતાર્યા છતાં ભવ્ય જીત મેળવી હતી. બીજી તરફ આ વર્ષે લોકસાહિત્યકાર દેવાયત ખાવડે (Devayat Khavad arrested) રંગીલા રાજકોટ પર એક દાગ લગાડી દીધો હતો. તો આવો જોઈએ આ વર્ષની મોટી ઘટનાઓ.

Year Ender 2022 દેવાયત ખવડે લગાડ્યો રંગીલા રાજકોટ પર દાગ, તો આ વર્ષે ભાજપ-કૉંગ્રેસમાં જોવા મળી ઉથલપાથલ

author img

By

Published : Dec 27, 2022, 2:28 PM IST

રાજકોટ ગુજરાતની રાજનીતિમાં હંમેશા રાજકોટ એ એપી સેન્ટર રહ્યું છે. ત્યારે આ વખતે રાજકોટની રાજનીતિમાં પણ અનેક (Political Situation in Rajkot) ઉતારચડાવ જોવા મળ્યા હતા. તેમ છતાં ભાજપે અહીં આ ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. તો કૉંગ્રેસને મોટું નુકસાન પહોંચ્યું હતું. તો આ વર્ષે કઈ મોટી ઘટના એવી છે, જેની પર સૌનું ધ્યાન ગયું આવો જોઈએ.

ભાજપે નવા ચહેરાઓને આપી ટિકીટ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) રાજકોટ શહેરની 4 બેઠક પર ભાજપ દ્વારા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Former CM Vijay Rupani) સહિતના ધારાસભ્યોની ટિકીટ કપાઈ હતી. આવું પ્રથમ વખત રાજકોટમાં જોવા મળ્યું હતું કે, વર્ષ 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપ દ્વારા નવા ચહેરાઓને સ્થાન આપવામા આવ્યું હોય.

રાજકોટ જિલ્લાની આઠેય બેઠક પર ભાજપની જીત વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) રાજકોટ જિલ્લાની આઠેય વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે રાજકોટ જિલ્લાની આઠેય બેઠક પર ભાજપની જીતની ઘટના ઐતિહાસિક માનવામાં આવી રહી છે. અગાઉ ક્યારેય આવું જોવા મળ્યું નથી.

પશ્વિમ બેઠકના ભાજપ ઉમેદવારે ઇતિહાસ રચ્યો રાજકોટની હાઈપ્રોફાઈલ પશ્ચિમ વિધાનસભા બેઠક (Rajkot West Assembly Seat) પર 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપ દ્વારા ડો. દર્શીતા શાહને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે આ બેઠક પર તેઓ 1,00,000 કરતા વધુ મતોની જંગી બહુમતી સાથે જીત્યા હતા. તો વર્ષ 2017ની ચૂંટણીમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી આ બેઠક પરથી 54,000ની લીડ સાથે જીત્યા હતા.

ઈન્દ્રનીલ રાજ્યગુરુનું વિવાદાસ્પદ નિવેદન 2022ની ચૂંટણીમાં (Gujarat Election 2022) રાજકોટમાં પૂર્વ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુનું (Indranil Rajyaguru Leader Congress) વિવાદાસ્પદ નિવેદન ચર્ચામાં આવ્યું હતુ. જેમાં તેઓ ચૂંટણી પ્રચાર (Gujarat Election 2022) દરમિયાન બોલ્યા હતા કે મને સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ દેખાય છે. આ પ્રકારનું નિવેદન ખૂબ જ વિવાદાસ્પદ બન્યું હતું.

કીર્તિદાન ગઢવીને મતદાન કરતા અટકવાયા હતા વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election 2022) મતદાન દરમિયાન લોકગાયક કીર્તિદાન ગઢવી રાજ્યમાં મતદાન જાગૃતિના બ્રાન્ડ એમ્બેસેડર હતાં. તેમ છતાં મતદાન કરવા જતાં તેમને ચૂંટણી (Gujarat Election 2022) સ્ટાફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જ્યારે કીર્તિદાન ગઢવી પાસે કોઈ ઓરીજીનલ આઈડીપ્રુફ નહોતું એટલે તેમણે ચૂંટણી સ્ટાફ દ્વારા અટકાવવામાં આવ્યા હતા. જોકે, કીર્તિદાન દ્વારા ત્યારબાદ આઈડી પ્રુફ આપતા તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ દ્વારા કરાયો હુમલો લોક સાહિત્યકાર દેવાયત ખવડ (Devayat Khavad arrested) અને તેના સાગરિતોએ મળીને મયુરસિંહ રાણા નામના યુવાન પર હુમલો (Rajkot Police) કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ 10 દિવસ પછી ખવડ પોલીસ મથકમાં હાજર થયો હતો. જ્યારે આ મામલે પોલીસે તેના બે દિવસના રિમાન્ડ લઈને જેલ હલાવે કર્યો હતો. આ ઘટના રાજ્યમાં ચર્ચાસ્પદ (Devayat Khavad arrested) બની હતી.

પોલીસ કમિશનર પર લાગ્યો તોડ કરવાનો આરોપ ફેબ્રુઆરી માસમાં રાજકોટના પોલીસ કમિશનર પર પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા એક કેસમાં 75 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. આ ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી. ત્યારબાદ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની જૂનાગઢ ખાતે SRPF ટ્રેનિંગ સેન્ટર ખાતે બદલી કરાઈ હતી. જ્યારે સમગ્ર કેસની તપાસ માટે સીટની પણ રચના કરવામાં આવી હતી.

આ પણ વાંચો

સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી રાજકોટમાં થેલેસેમિયા ગ્રસ્ત યુવતીની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) લોહી ચડાવ્યા બાદ મૃત્યુ થયું હતુ. જો કે આ ઘટનામાં યુવતીના પરિવારજનો દ્વારા સિવિલ હોસ્પિટલ પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લોહી ચડાવ્યા બાદ યુવતીને રિએક્શન આવ્યું હતું અને તેનું મોત થયું છે. આ મામલો રાજકોટ સહિત રાજ્યભરમાં ચર્ચાસ્પદ બન્યો હતો. જ્યારે સિવિલ તંત્ર દ્વારા આ મામલાની તપાસ માટે કમિટીની પણ રચના કરાઈ છે.

રખડતા ઢોરનો આતંક યથાવત્ રાજકોટમાં રખડતા ઢોરનો આતંક (Stray Cattle in Rajkot) આ વર્ષ પણ સામે આવ્યો હતો. જેમાં ભોમેશ્વર વિસ્તારમાં એક નિવૃત્ત આર્મીમેનને રખડતા પશુ દ્વારા હડફેટે લેવામાં આવ્યા હતા. જ્યારે મવડી વિસ્તારમાં બે મહિલા પોલીસ કર્મીઓને પણ ગાય દ્વારા હડફ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે રાજકોટમાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

160 પેટી વિદેશી દારૂ ઝડપાયો રાજકોટમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા થર્ટી ફર્સ્ટ માટે માગવામાં આવેલી 160 પેટીથી વધુનો ઈંગ્લીશ દારૂ પકડી પાડ્યો હતો. જ્યારે રાજકોટ પોલીસને (Rajkot Police) ઉંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગની ટિમ દ્વારા મોટી માત્રામાં વિદેશી દારૂ પકડી પાડવામાં આવતા રાજકોટ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.