ETV Bharat / state

મહિલાઓ દ્વારા "અળસિયા સજીવ ખાતર" બનાવીને હજારો રૂપિયાની કરે છે કમાણ - ધોરાજી તાલુકા વાડોદરમાં અળસિયા સજીવ ખાતર

રાજકોટ: જીલ્લાના ધોરાજી તાલુકાના વાડોદર ગામે મહિલાઓએ અળસિયા સજીવ ખાતર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. તેઓ દ્વારા અળસિયા સજીવ ખાતર બનાવીને હજારો રૂપિયાની આવક કરવામાં આવે છે. આ ખાતર અસરકારક અને ફળદ્રુપતા વધારનાર છે. રસાયણિક ખાતર કરતાં આ ખાતર સારી ઉપજ આપે છે. તેમજ આ ખાતરથી પાકની ગુણવત્તા પણ ચડિયાતી થાય છે.

rajkot
રાજકોટ
author img

By

Published : Dec 28, 2019, 8:44 PM IST

ધોરાજી તાલુકાના વાડોદર ગામની મહિલાઓ અળસિયા સજીવ ખાતર બનાવીને હજારો રૂપિયાની કમાણી કરે છે. ખેતી માટે સૌથી અસરકારક અને કુદરતી કહી શકાય તેવું ખાતર ખેત જમીનમાં ફળદ્રુપતા વધારવા ઉતમ પુરવાર થાય છે. મોંઘા ભાવનાં ખાતરોથી મગફળી, કપાસ તથા અન્ય પાકને કયારેક નુકશાન થાય છે, પરંતુ અળસિયા સજીવ ખાતર ખેતરમાં નાખવાથી ખેડૂતોને ઘણોજ ફાયદો થાય છે.

વાડોદરની મહિલાઓ દ્વારા અળસિયા સજીવ ખાતર બનાવીને હજારો રૂપિયાની કમાણી

આ અળસિયા સજીવ ખાતર ફાયદાકારક અને ઉત્તમ કહી શકાય તેવું છે. અળસિયા, કાળી માટી, છાણીયુ ખાતર, પાણી અને સુકા પાંદડાથી અળસિયા સજીવ ખાતર બનાવાય છે. જેનો ખર્ચ એક જ વખત કરવો પડે છે. તેમજ નજીવા ખર્ચે એટલે કે રૂપિયા 300માં પ્રતિ બેગ બને છે. આ અળસિયાનું ખાતર 30 થી 40 દિવસમાં તૈયાર થઈ જાય છે. રસાયણિક ખાતર કરતાં આ ખાતરથી સારી ઉપજ અને પાકની ગુણવત્તા પણ ચડિયાતી થાય છે.

આ જીવંત ખાતરથી ખેત ઉત્પાદનમાં પણ સારાં એવાં પ્રમાણમાં વધારો મળી આવે છે. એકંદરે અળસિયાનું ખાતર તદ્દન જૈવિક હોવાથી પકવેલુ અનાજ પણ આરોગ્યપ્રદ કહી શકાય છે. તેમજ જમીનની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક પધ્ધતિથી અળસિયાનું ખાતર બનાવી ખેત જમીનમાં પ્રાણસંચાર થાય છે. આ ખાતર અસરકારક હોવા ઉપરાંત રાસાયણિક ખાતરોની સરખામણી એ સસ્તું ખાતર છે. ત્યારે આ મહિલાઓએ આ અળસિયા સજીવ ખાતર બનાવીને અન્ય લોકો અને મહિલાઓને પણ ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણા પૂરી પાડી છે.

Intro:એન્કર : ધોરાજી તાલુકા વાડોદર ગામ ની મહીલાઓ દ્વારા અળસિયા સજીવ ખાતર બનાવી ને હજારો રૂપિયા ની કમાણી કરે છે.

વિઓ : રાજકોટ જીલ્લા ધોરાજી તાલુકા વાડોદર ગામે મહીલા ઓ દ્વારા અળસિયા સજીવ ખાતર બનાવી ને હજારો રૂપિયા ની આવક કરવામાં આવે છે અસરકારક અને ફળદ્રુપતા વધારનાર આ ખાતર હોય છે રસાયણિક ખાતર કરતાં આ ખાતર સારી ઉપજ આપે છે અને પાક ની ગુણવત્તા પણ ચડિયાતી હોય છે અળસિયા સજીવ ખાતર બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે ખેતી માટે સૌથી અસરકારક અને કુદરતી કહી શકાય તેવું ખાતર ખેત જમીન માં ફળદ્રુપતા વધારવા ઉતમ પુરવાર થાય છે મોંધા ભાવ નાં ખાતરો થી મગફળી કપાસ તથા અન્ય ને કયારેક નુકશાન થાય પણ અળસિયા સજીવ ખાતર ખેતર માં નાંખવાથી ફાયદાકારક અને ઉતમ કહી શકાય તેવું આ અળસિયા સજીવ ખાતર થી ખેડૂતો ઘણોજ ફાયદો થાય છે અળસિયા, કાળી માટી, છાણીયુ ખાતર, પાણી અને સુકા પાંદળા થી અળસિયા સજીવ ખાતર બનાવે છે જેનો ખર્ચ એક જ વખત અને વન ટાઈમ કરવો પડે છે નજીવા ખર્ચે એટલે કે રૂપિયા 300 માં પ્રતિ બેગ બને છે અને આ અળસિયા નું ખાતર 30 થી 40 દિવસ માં તૈયાર થઈ જાય છે રસાયણિક ખાતર કરતાં આ ખાતર સારી ઉપજ અને પાક ની ગુણવત્તા પણ ચડિયાતી હોય છે આ જીવંત ખાતર થી ખેત ઉત્પાદન માં પણ સારાં એવાં પ્રમાણ માં વધારો મળી આવે છે એકંદરે અળસિયા નું ખાતર તદ્દન જૈવિક હોવાથી પકવેલુ અનાજ પણ આરોગ્યપ્રદ કહી શકાય જમીન ની ફળદ્રુપતા વધારવા માટે જૈવિક પધ્ધતિ થી અળસિયા નું ખાતર બનાવી ખેત જમીન માં પ્રાણસંચાર થાય છે આ ખાતર અસરકારક હોવા ઉપરાંત રાસાયણિક ખાતરો ની સરખામણી એ સસ્તું ખાતર છે અને જીવંત ખાતર પણ છે ત્યારે ધોરાજી તાલુકા નાં વાડોદર ગામ થી મહીલાઓ આ અળસિયા સજીવ ખાતર બનાવી ને અન્ય લોકો અને મહીલાઓ ને પણ ઉત્તમ ઉદાહરણ અને પ્રેરણા રૂપી આ પ્રવૃતિ બની રહેશે.Body:બાઈટ - ૦૧ - સ્વાતીબેન - (અળસીયા સજીવ ખાતર બનાવનાર મહિલા, વાડોદર)

બાઈટ - ૦૨ - સવિતાબેન - (અળસીયા સજીવ ખાતર બનાવનાર મહિલા, વાડોદર)

Conclusion:થબલેન ફોટો - મેનેજ કરેલ સ્ટોરી
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.