- કોરોનની સ્થિતીમાં માનસિક રીતે પડી ભાંગતા કરી આત્મહત્યા
- સવારે 4 વાગ્યે સમરસ કોવિડ સેન્ટરના પાંચમાં માળેથી ઝંપલાવ્યું
- હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ નિપજ્યું મોત
રાજકોટઃ રાજકોટના સમરસ કોવિડ સેન્ટરમાં દાખલ કરાયેલી મહિલાએ પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાની આત્મહત્યાના બનાવને પગલે પોલીસે પણ ઘટના સ્થળે આવીને વધુ તપાસ શરૂ કરી છે. હજુ સુધી આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.
આ પણ વાંચો:શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીએ પાંચમા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી
આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી
મૃતક મહિલાને કોરોનાની સારવાર અર્થે રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા સમરસ કોવિડ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં 19 એપ્રિલ સવારના 4 વાગ્યાની આસપાસ કોવિડ પોઝિટિવ મહિલા સમરસ સેન્ટરના પાંચમા માળેથી પડતું મૂકીને આત્મહત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે, મહિલાને કોરોના થતા તે માનસિક રીત પડી ભાંગ્યા હતાં પરંતુ આત્મહત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. હાલ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.