ETV Bharat / state

રાજકોટના ઝૂમાં ગાયત્રી નામની સફેદ વાઘણે 3 બચ્ચાઓને આપ્યો જન્મ - cud

રાજકોટઃ શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત ઝૂમાં ગાયત્રી નામની સફેદ વાઘણે 3 બાળ વાઘને જન્મ આપ્યો છે. મનપાના કર્મચારીઓ દ્વારા માદા વાઘણ અને તેના તાજા જન્મેલા 3 બચ્ચાઓનું સતત 24 કલાક CCTV હેઠળ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં આ વાઘણ અને તેના ત્રણેય બચ્ચાઓની તબિયત તંદુરસ્ત છે. ઝૂમાં 3 બાળ વાઘનું આગમન થતા કર્મચારીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 7:44 PM IST

રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત ઝૂ આવેલું છે. આ ઝૂમાં ગાયત્રી નામની વાઘણે ત્રણ સફેદ વાઘના બચ્ચાઓને જન્મ આપ્યો છે. અગાઉ પણ વર્ષ 2015માં આ જ વાઘણે ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. તે તમામ બચ્ચાઓ હાલમાં પુખ્ય વયના થઈ ગયા છે. ત્યારે ઝૂની મુલાકાતે આવતા લોકોમાં આ વાઘણના ત્રણ બચ્ચા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાયત્રી નામની વાઘણને વર્ષ-2014ના વર્ષમાં છત્તીસગઢમાં આવેલા ભિલાઈ ઝૂ ખાતેથી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ લાવવામાં આવી હતી.

Rajkot
સ્પોટ ફોટો

આમ રાજકોટ મનપાના ઝૂમાં ત્રણ બાળ વાઘનો જન્મ થતા ઝૂમાં સફેદ વાઘની સંખ્યા કુલ 9 જેટલી થઈ ગઈ છે. હાલમાં રાજકોટના ઝૂમાં જુદી-જુદી 53 પ્રજાતિના કુલ 401 જેટલા વન્ય પ્રાણી અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે.

રાજકોટના ઝૂમાં ગાયત્રી નામની સફેદ વાઘણે ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો

રાજકોટઃ રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત ઝૂમાં ગાયત્રી નામની સફેદ વાઘણે ત્રણ બાળ વાઘને જન્મ આપ્યો છે. મનપાના કર્મચારીઓ દ્વારા માદા વાઘણ અને તેના તાજા જન્મેલા ત્રણેય બચ્ચાઓનું સતત 24 કલાક સીસીટીવી હેઠળ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ હાલમાં આ વાઘણ અને તેના ત્રણેય બચ્ચાઓની તબિયત તંદુરસ્ત જણાઈ આવી છે. ઝૂમાં ત્રણ બાળ વાઘનું આગમન થતા કર્મચારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.

રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલીત ઝુ આવેલ છે. આ ઝૂમાં આજે ગાયત્રી નામની વાઘણે ત્રણ સફેદ વાઘના બચ્ચાઓને જન્મ આપ્યો છે. અગાઉ પણ 2015માં આ જ વાઘણે ચાર બચ્ચઓને જન્મ આપ્યો હતો. તે તમામ બચ્ચઓ હાલમાં પુખ્ય વયના થઈ ગયા છે. તેમજ ઝૂની મુલાકાતે આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગાયત્રી નામની વાઘણને 2014ના વર્ષમાં છત્તીસગઢમાં આવેલ ભિલાઈ ઝુ ખાતેથી વન્ય પ્રાણી અધિનિયમ હેઠળ લાવવામાં આવી હતી. આમ રાજકોટ મનપાના ઝૂમાં ત્રણ બાળ વાઘનો જન્મ થયા ઝૂમાં સફેદ વાઘની સંખ્યા કુલ 9 જેટલી થઈ ગઈ છે. તેમજ હાલમાં રાજકોટના ઝૂમાં જુદી જુદી 53 પ્રજાતીના કુલ 401 જેટલા વન્ય પ્રાણી અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.