રાજકોટઃ લોકડાઉન દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા દેશનો કોઈ નાગરિક ભૂખ્યો ન રહે તે માટે ઘઉંનું વ્યાપક પ્રમાણમાં સસ્તા અનાજની દુકાનો મારફત વિતરણ કરવામાં આવ્યું હતું. પરંતુ કેટલાક સસ્તા અનાજના વેપારીઓએ ગરીબોને ઘઉંનું વિતરણ કર્યું ન હતું અને જથ્થો બારોબર વેંંચી નાખ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી ગોંડલ માર્કેટ યાર્ડમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ ભારતીય ખાદ્ય નિગમના કટ્ટામાં ઘઉં વેંચતા હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે.
ગોંડલ APMCમાં ઘઉંનો વેપલો, ગરીબોના હકની 2500થી વધુ બોરીઓનું દરરોજ વેચાણ - ગોંડલ એપીએમસી
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડ (APMC)માં અનેક જણસીઓ વેચાવા આવતી હોય છે; પણ છેલ્લાં કેટલાક સમયથી ગરીબો માટેના સસ્તા અનાજના ઘઉંનો વેપલો થઇ રહ્યો છે. દરરોજ 2500થી વધારે બોરીઓ વેચાતી હોવાના કૌભાંડની જાણ પુરવઠા વિભાગને થતા તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંનો વેપલો