- રાજકોટ પોલીસ દ્વારા કરાયું શસ્ત્રપૂજન
- પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું
- હિન્દૂ ધર્મમાં શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા
રાજકોટઃ દેશમાં આજે રવિવારના રોજ સાદગી પૂર્ણ રીતે દશેરા તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં પણ આજે દશેરાની લોકોએ ઘરે જ ઉજવણી કરી હતી. જેને લઈને ઠેર ઠેર લોકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. રાજકોટ પોલીસ દ્વારા પણ દર વર્ષે શસ્ત્ર પૂજન યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, DCP, ACP સહિતના પોલીસ અધિકારીઓ જોડાયા હતા.
હિન્દૂ ધર્મમાં શસ્ત્રપૂજનનું અનેરુ મહત્વ હિન્દૂ ધર્મમાં શસ્ત્રપૂજનનું અનેરુ મહત્વવિજયાદશમીના તહેવારને મનાવવા પાછળ આધ્યાત્મિક અને ધાર્મિક કારણે છે. જેનું હિન્દૂ ધર્મ શાસ્ત્રમાં ઘણું જ મહત્વ માનવામાં આવે છે એટલે જ દશેરાના દિવસે મોટાભાગના લોકો શસ્ત્ર પૂજા કરે છે. રાજકોટ પોલીસ દ્વારા પણ દર વર્ષે દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ વર્ષે કોરોનાની મહામારી દરમિયાન પણ સરકારની ગાઇડલાઈન મુજબ વિધિવત રીતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.
પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું નવા ફાળવામાં આવેલા શસ્ત્રનું કરવામાં આવ્યું પૂજનરાજકોટ પોલીસના આધુનિક હથિયાર સાથે તાજેતરમાં ગૃહવિભાગ દ્વારા ફાળવામાં આવેલા નવા શસ્ત્રો જેમાં M.P-5 9MM, S.I.G 5.56.MM, SNIPER RIFLES 7.62MMનો સમાવેશ થાય છે. શસ્ત્ર પૂજન સાથે પોલીસના MT વિભાગમાં રહેલા વાહનો અને અશ્વની પણ આજે દશેરાના દિવસે પૂજા કરવામાં આવી હતી.