ETV Bharat / state

મતદાન જાગૃતિ અભિયાન, રાજકોટના વિદ્યાર્થીઓએ મતદાન માટે લોકોને કર્યા જાગૃત - ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022

ચૂંટણીને હવે(Gujarat Assembly Election 2022) ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે PGDCC ડિપ્લોમાં અને પીએચ.ડી.ના 72 જેટલા વિદ્યાર્થીઓ રાજકોટના અલગ અલગ સ્થળો પર જઇને લોકોને મતદાન કરવા બાબતે જાગૃત(Voting awareness campaign) કર્યા હતા.

મતદાન જાગૃતિ અભિયાન, રાજકોટના વિદ્યાર્થીઓએ મતદાન માટે લોકોને કર્યા જાગૃત

author img

By

Published : Nov 30, 2022, 4:12 PM IST

રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો આગામી તારીખ 20-11-22ના રોજ 34માં સ્થાપના દિવસ છે. આ સ્થાપના દિવસ નિમિત્તે ભવન અધ્યક્ષ અને અધ્યાપકોના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અભિયાન (Voting awareness campaign) હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં (Gujarat Assembly Election 2022) મનોવિજ્ઞાન ભવનના એમ.એ. સેમ-2/4 અને PGDCC ડિપ્લોમાં અને પીએચ.ડી.ના 72 જેટલા વિદ્યાર્થીઓ રાજકોટના અલગ અલગ સ્થળો પ્રદ્યુમન પાર્ક, રેસકોર્સ, બહુમાળી ભવન, વિમલનગર ચોક,પુષ્કરધામ,ક્રિસ્ટલ મોલ,રૈયા ગામ,રેલવે જંકશન,આજીડેમ,લોહાણા મહિલા કોલેજ,રિલાયન્સ મોલ, ધરમનગર, ગંગોત્રી પાર્ક, રૈયાધાર,સરિતા વિહાર,ઉમા સદન રોડ, સમરસ હોસ્ટેલની સામેની સાઈડ વિસ્તાર,કીડની હોસ્પીટલ,ભગવતીપરા,સ્વામિનારાયણ મંદિર,નવું મુંજકા,નાનામૌવા,ભક્તિનગર રેલવે સ્ટેશન,મવડી ચોક,પ્રેમ મંદીર જેવા અનેક સ્થળોએ જઈ લોકોને મતદાન કરવા બાબતે જાગૃત (Voting awareness campaign) કર્યા હતા.

પોતાની ઓળખાણ આ અભિયાનમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની ઓળખાણ આપવામાં આવી અને પછી લોકોને મતદાન કરે છે કે નહિ તે વિશેની પ્રાથમિક પુછતાછ કરવા આવી. જો કોઈ વિસ્તારના લોકો મતદાન ન કરતા હોય તો વિદ્યાર્થીઓ દ્વારા તેમને મતદાન કરવા અંગે સમજાવવામાં આવ્યા હતા.

યુવાનોમાં મતદાન મનોવિજ્ઞાન ભવનના 72 વિદ્યાર્થીઓની ટીમે 4000થી 4600 જેટલા લોકોને મળીને મતદાન અંગે વાતચીત કરીને લોકોને જાગૃત કર્યા હતા. જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 27% બહેનોનું એવું માનવું છે કે મત તો ઘરમા વ્યક્તિઓ કહે છે. એટલે આપીએ છીએ પણ મત દીધે કોનું સારું થવાનું છે? 71% પૂરૂષોનું માનવું છે કે મત આપવો એ આપણી ફરજ અને હક બંને છે. પ્રૌઢ અને વૃધ્ધોની સરખામણીમાં યુવાનોમાં મતદાન વિશે ઉદાસિનતા વધુ. 45% યુવાનો ઓનલાઈન વોટીંગ પધ્ધતિ હોવી જોઈએ એવું માને છે. 54% નોકરીયાત અને વ્યવસાયી પ્રૌઢનું માનવું છે કે ઓનલાઇન વોટીંગ અત્યારના સમયની તાતી જરૂરીયાત છે.

જવાબ આપવામાં નીરસતા શક્ત વૃદ્ધ લોકોનું માનવું છે કે મતદાન મથકે જવા કરતા અમારી પાસે આવી મતદાન કેમ ન કરાવી શકાય? જ્યારે મતદાન જાગૃતિ અંગે જણાવતા હતા ત્યારે સ્ત્રીઓ કરતા પુરુષોએ બાબતમાં વધારે સહમત હતા. જ્યારે સ્ત્રીઓમાં સાંભળવા અને જવાબ આપવામાં નીરસતા જોવા મળી હતી. બધા લોકોનો મત એ જ હતો કે એક દેશના નાગરિક તરીકે આપણે સાચા વ્યક્તિને મત આપવો જોઈએ. જેથી આપણા દેશનો સાચો વિકાસ થાય. વિદ્યાર્થીઓએ તેમની ઉંમર, ઘરમાં કેટલા સભ્યો રહે છે. તેમની માહિતી પૂછી. ત્યારબાદ પૂછ્યું કે તમે લોકો મતદાન કરો છો? તેમાંથી ઘણા લોકો મતદાન કરે છે, તેમાંથી ઘણાએ એમ પૂછ્યું કે અમારે શા માટે મત આપવો જોઈએ? તો વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ભારતના નાગરિક તરીકે મત આપવો જરૂરી છે.

ચૂંટણી કાર્ડ જે લોકો મતદાન કરતા નથી તેમને સમજાવ્યા કે મત આપશો તો તમારી પરિસ્થિતિ સુધરી શકશે. પછી તે લોકોએ કહ્યું કે અમે હવેથી મત દેવા જશું. ઘણા લોકો એવા હતા જે તેમના વતનથી દુર હતા ને ફક્ત મતદાન માટે જઈ શકતા નહોતા તેમને પણ મતદાન કરવા માટે પ્રેરિત કર્યા અને કહ્યું કે આપનો એક મત પણ ખૂબ કિંમતી હોય છે. ઘણા એવા ઉદાહરણો જોવા મળે છે કે એક નેતા ફક્ત 1 કે 2 વોટથી હારી જાય છે તો તમે મતદાન કરવા અચૂક જજો. જે વ્યક્તિઓ પાસે ચૂંટણી કાર્ડ ન હતા. તો તેમને ચૂંટણી કાર્ડ કઢાવી પોતાના અધિકાર વિશે જાગૃત થવા કહ્યું. અને તેમણે કહ્યું કે હવે હું ચૂંટણી કાર્ડ જરૂરથી કઢાવીશ.

મતદાન આપવા જવાની અપીલ વૃદ્ધોમાં જોવા મળ્યું કે તેઓ જીવન પ્રત્યે આશા છોડીને હવે મતદાન દેવા શુ જવું એવુ વિચારે છે તેમને ત્યા વૃધ્ધો માટે રહેલી સુવિધાનો ખ્યાલ આપ્યો. સમયે મતદાન આપવા જવાની અપીલ કરી. ઘણા ગુજરાત રાજ્યની બહારના લોકોને મળ્યા હતા. તેણે જણાવ્યું હતુ કે તે મત આપવા જતા નથી. ત્યારબાદ તેમને મતદાન કરવાં ભલામણ કરવામા આવી હતી. કેટલાક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે તમે અમારા નામ અને મોબાઈલ નંબર તો નહી લખોને કેમ કે અમારા ખાતામાંથી પૈસા ઉપડી જશે. તેમને સમજાવવામાં આવ્યુ કે અમારો ફક્ત મતદાન અંગે જાગૃત કરવા નો હેતુ છે. મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ આ સમસ્યાઓ સાંભળી અને તેમના મનને શાંતિ મળે તે હેતુથી મનોવૈજ્ઞાનિક ઢબે વાતચીત કરીને મતદાન આપવા માટે જાગૃત કરેલ.

મતદાન માટે જાગૃત ઝુપડપટ્ટી વિસ્તારમાં 70થી 72% લોકોમાં મતદાન માટે જાગૃત, પોશ અને મધ્યમ વિસ્તારમાં મતદાનને લઈ ઉદાસિનતા ઝુપડપટ્ટી વિસ્તારમાં 70થી 72% લોકોમાં મતદાન માટે જાગૃત, પોશ અને મધ્યમ વિસ્તારમાં મતદાનને લઈ ઉદાસિનતા જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.