ETV Bharat / state

સેવા ક્ષેત્રની કૃષિ પ્રધાન અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાને મુલાકાત લીધી - Rathod bahavan

જામનગર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓ અને દર્દીઓના પરિજનો માટે સેવાકાર્યમાં સહભાગી થઇ રહી છે. આજરોજ કૃષિપ્રધાન આર. સી. ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ સેવા સંસ્થાના કાર્યક્ષેત્રની મુલાકાત લીધી હતી.

સેવા ક્ષેત્રની કૃષિપ્રધાનૃ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાને મુલાકાત લીધી

author img

By

Published : May 9, 2021, 2:56 PM IST

  • અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓ અને પરિજનો માટે સેવાકાર્યમાં જોડાયેલી
  • ઉત્તમ અને પૌષ્ટિક આહાર મળી રહે તેથી બંને સમયે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન
  • નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન અને કૃષિપ્રધાને સંસ્થાના કાર્યક્ષેત્રની મુલાકાત લીધી

જામનગર : શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓ અને દર્દીઓના પરિજનો માટે સેવાકાર્યમાં સહભાગી થઇ રહી છે. ત્યારે જી. જી. હોસ્પિટલથી નજીકમાં સ્થિત રાઠોડ ભુવન ખાતે દર્દીઓના પરિજનોને ઘર જેવો ઉત્તમ અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સવારે અને રાત્રે બંને સમયે નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલું છે.

આ પણ વાંચો : રાજકોટ દર્દીઓ અને તેમના સ્વજનોને હાઈફાઈ જમવા માટે બુફે કાઉન્ટર ઉભા કરવામાં આવ્યા

રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ સેવા સંસ્થાના કાર્યક્ષેત્રની મુલાકાત લીધી

લાંબા સમયથી આ સેવા કાર્યમાં જોડાયેલા આ સંસ્થાના સભ્યો પોતાનું અનામી સેવાકાર્ય કરી માત્ર દર્દીના પરિજનોને આ મુશ્કેલીના સમયમાં ભોજન અંગે કોઈ તકલીફ ન થાય તેની કાળજી લઇ રહ્યા છે. આજરોજ કૃષિપ્રધાન આર. સી. ફળદુ અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આ સેવા સંસ્થાના કાર્યક્ષેત્રની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો :રાજકોટ સિવિલમાં બ્રેઈન સર્કીટના ઉપયોગથી 50થી વધુ કોરોનાગ્રસ્તોની જીંદગી બચાવાઇ

પ્રધાનો સ્વહસ્તે ભોજન આપી સેવા કાર્યમાં સહભાગી થયા

સંસ્થાની સંપૂર્ણ વ્યવસ્થાઓ જાણી પ્રધાનોએ આ સંસ્થાની સરાહનીય કામગીરીને અને સંસ્થાના સભ્યોને બિરદાવ્યા હતા. પ્રધાનઓ સેવા ક્ષેત્ર ખાતે આવતા દર્દીઓના પરિજનોને સ્વહસ્તે ભોજન આપી સેવા કાર્યમાં સહભાગી થયા હતા. આ મુલાકાતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ વગેરે જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.