- રાજકોટમાં ખાખીની દાદાગીરી આવી સામે
- શાકભાજી વેંચતા લોકોનું શાકભાજી રસ્તા પર ઢોળી દેવામાં આવ્યું
- વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
રાજકોટઃ રાજકોટમાં ખાખીની દાદાગીરી જોવા મળી છે. જેમાં મનપાના વિજિલન્સકર્મી દ્વારા શહેરના જ્યુબિલિ બાગ શાકમાર્કેટમાં નીચે બેસીને ધંધો કરતા લોકોને પરેશાન કરવામાં આવ્યા છે. તેમજ શાકભાજી રસ્તા પર ઢોળી નાખવામાં આવ્યું હતું. આ વિજિલન્સ કર્મચારીની દાદાગીરીનો વીડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે તે કેવી રીતે શાકભાજીના નાના વેપારીઓને પરેશાન કરી રહ્યો છે.
રાજકોટમાં ખાખીની દાદાગીરી આવી સામે શાકભાજીને લાત મારીને રસ્તા પર ફેંક્યુંજ્યુબેલી બાગ શાકમાર્કેટમાં વિજિલન્સનો કર્મચારી ચાલતા ચાલતા રસ્તા પર નીચે બેસીને શાકભાજી વહેંચતા લોકો પર રોષ જમાવી રહ્યો છે. તેમજ તેમના શાકભાજીને લાતો મારીને ઢોળી રહ્યો છે. જ્યારે રસ્તામાં મળતા અન્ય શાકભાજીના ધંધાર્થીઓને પણ ધમકાવી રહ્યો છે. આમ આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.અગાઉ વિજિલન્સની ટીમ પર થયો હતો હુમલોરાજકોટના નાનામૌવા ખાતે અગાઉ પણ મનપાની વિજિલન્સની ટીમ દબાણ દૂર કરવા ગઈ હતી તે દરમિયાન પણ એક રેકડી ચાલકે વિજિલન્સ ટિમ પર છરી વડે હુમલો કર્યો હતો. જે ઘટનામાં વિજિલન્સ શાખાના કર્મચારીને ઇજા થઇ હતી પરંતુ હાલ જે રીતે વિજિલન્સ કર્મી દ્વારા નાના શાકભાજીના ધંધાર્થીને હેરાન કરીને તેમના પર રોફ જવામાં આવી રહ્યો છે. તેને લઈને શહેરભરમાં રોષ જોવા મળી રહ્યો છે.