જામકંડોરણાના આ ખેડૂતે અલગ અલગ પ્રકારના શાકભાજીનું વાવેતર કર્યુ છે. જેમાં લાલ લીલાં મરચાં અને કાકડી તથા તુરીયા, ભીંડો તેવાં ચાર પાંચ શાકભાજીનું સિઝન પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. મલ્ચીગ અને ડ્રિપ કરવાથી નિંદામણ ઓછું થાય છે. મલ્ચીંગમાં પણ પાકની હારે જીવામૃતનો ઉપયોગ કરે છે જેથી અળસીયા વધારે થાય છે. મલ્ચીંગ અને ડ્રિપનો ઉપયોગ કરવાથી પાક વધુ વૃધ્ધિ મા થાય છે અને તેમાં ડબ્બલ ઉત્પાદન થાય છે.
મલ્ચીંગ અને ડ્રિપ પધ્ધતિનો ઉપયોગ કરવાથી પાકને પિયત પાણી ઓછું જોઈએ છે અને તેના કારણે જમીનમાં ભેજ જળવાઈ રહે છે. જેથી પાકને વારંવાર પાણી આપવું પડતું નથી ઓછાં પાણી એ સારી ખેતી કરી શકાય છે.