રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા વ્યાજના ત્રાસમાંથી મુક્ત કરાવવા માટે પોલીસ વિભાગને એક મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ રાજકોટમાંથી સામે આવેલી ઘટના બાદ આ કામગીરી તેમજ જવાબદારી સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પરિવાર ઉપર હક જમાવીને બળવાખોરો ઘરનો સામાન ઉઠાવી ગયા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસને સોપાયેલા અભિયાન સામે પ્રશ્ન ઊભો થયો છે. માર મારવાની ઘટના સુધી મર્યાદિત રહેલા આ કેસમાં હવે ઘરનો સામાન ઉપાડી જવા સુધીની હિંમત દાખવનારા સામે મોટા પગલાં લેવાય એવું પરિવાર ઈચ્છે છે. આ મામલો હોબાળા સુધી પહોંચી જતા યુદ્ધના ધોરણે પોલીસ એક્શનમાં આવી છે. રાજકોટના માલવયા નગર પોલીસ સ્ટેશનમાં આ કેસની કાયદેસર ફરિયાદ નોંધાઇ છે.
તપાસ શરૂ કરવામાં આવી: કૈલાશ પાર્કમાં એક વૃદ્ધા અને તેના પુત્રને માર મારીને તેમના ઘરમાંથી સામાન ઉઠાવી જવાની ઘટના સામે આવ્યા બાદ આ સમગ્ર મામલે રાજકોટ માલવીયાનગર પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જે અંગે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ સાવલિયાએ ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ અમે ભોગ બનનાર વૃદ્ધાને પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા છે અને હાલ આ મામલે પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી શરૂ છે. જ્યારે આગામી દિવસોમાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો: Rajkot Crime: આપના નેતા મુકેશ રાજપરા પર હુમલો, કેબિનેટ પ્રધાન બાવળિયા પર લગાવ્યો આક્ષેપ
અઠવાડિયાનું 2 હજાર વ્યાજ: સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો શહેરના માલવીયા નગર પોલીસ મથક વિસ્તારના નાનામૌવા નજીક આવેલા કૈલાશ પાર્કમાં રહેતા કંચનબેન રમેશભાઈ ચાવડાએ પૈસાની જરૂર હોય, ત્યારે તેઓએ વ્યાજખોરો પાસેથી 20,000 રૂપિયા જે લીધા હતા. જેનું એક અઠવાડિયે 2000 જેટલું વ્યાજ આ વ્યાજખોરોને ચૂકવતા હતા. ત્યારબાદ તેમજને કામ અર્થે ગામડે જવાનું થયું હતું. જેઓ ગામડે જતા મોબાઈલ ફોનમાં નેટવર્કના કારણે ફોન બંધ આવતો હતો. જેના કારણે વ્યાજખોરો તારીખ 15ના રોજ અડધી રાતે તેમના ઘરે પહોંચ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી હતી. જ્યારે પૈસા ન હોવાના કારણે ઘરવખરીનો સામાન લઈને જતા રહ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
આ પણ વાંચો: Rajkot Lawyers strike : શહેરમાં વકીલોની હડતાળથી કોર્ટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ: કંચનબેનના પરિવાર પાસેથી મળતી વિગતો મુજબ તેમને અજયસિંહ નામના વ્યાજખોર પાસેથી 20 હજાર રૂપિયા લીધા હતા. જ્યારે તેઓ દર અઠવાડિયે બે હજાર રૂપિયા વ્યાજ ચૂકવતા હતા. એવામાં તેમને છેલ્લે એકાદ અઠવાડિયાથી આ વ્યાજના પૈસા નહીં ચૂકવતા અજયસિંહ સહિત ચારેક ઇસમો તેમના ઘરે આવ્યા હતા અને જોર જોરથી ગાળો બોલ્યા હતા. તેમજ આ વૃદ્ધા અને તેના પુત્રને ઘરમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે પૈસા ન આપતા તેમના ઘરમાં રહેલો સામાન ઉપાડી ગયા હતા. જોકે આ ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા બાદ આ મામલે માલવીયાનગર પોલીસે દ્વારા આરોપીઓને પકડવાની હાથ ધરવામાં આવી છે.