ભારત સરકારમાં સીધા જ ઓફિસર સુધીના પદો પર ભરતી થયા માટે યુનિયન પબ્લિક સર્વિસીસ કમિશનર દ્વારા પરીક્ષા યોજવામાં આવે છે. જે રવિવારે રાજ્યના બે જ સેન્ટર રાજકોટ અને અમદાવાદમાં યોજવામાં આવી હતી. ખાસ રાજકોટમાં અલગ અલગ 13 જેટલા સેન્ટર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા યોજવામાં આવી હતી.
રાજકોટમાં 3810 જેટલા ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી માત્ર 1881 જેટલા ઉમેદવારો જ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી રાજકોટમાં 45 ડિગ્રી જેટલો તાપમાનનો પારો જઈ રહ્યો છે. ત્યારે પરીક્ષા દરમિયાન ઉમેદવારો મુશ્કેલીમાં ન મુકાય તે માટેની પણ વ્યવસ્થા હાથ ધરાઈ હતી.