રાજકોટ: ગુજરાત રાજ્યના તલાટી મંત્રી (Talati strike in Gujarat )મંડળ દ્વારા વર્ષ 2018 થી સતત લેખિત રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. આ બાબતે અગાઉ વર્ષ 2021 માં તલાટી મંત્રી મંડળ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું પરંતુ એ સમયે સરકાર દ્વારા ટૂંક સમયમાં પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાહેધરી આપતા તલાટી મંત્રી મંડળ દ્વારા હડતાલ મોકૂફ ( trike of Talatis )રાખવામાં આવી હતી પરંતુ હજુ પણ નિરાકરણ નહિ આવતા તલાટી મંત્રીઓ હડતાલ પર ઉતર્યા છે.
આ પણ વાંચોઃ સિનિયર રેસિડેન્ટ તબીબો સામે સરકારની લાલ આંખ, તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ
તલાટી મંત્રી મંડળ પણ આ હડતાલમાં જોડાયા - રાજ્ય સરકાર દ્વારા બાહેધરી આપ્યા બાદના અંદાજે નવ મહિના જેટલા સમય વીત્યા છતાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે અનેકો રજૂઆત છતાં પણ સુખદ અંત આવેલ નથી ત્યારે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મંડળની 9 જુલાઈ 2022 ના રોજ ગાંધીનગર ખાતે મળેલી કારોબારી સભામાં સર્વાનું નક્કી કરેલ કે આગામી 2 ઓગસ્ટ 2022 થી રાજ્યના તમામ તલાટી કમ મંત્રી મંડળ પડતર પ્રશ્નોના નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અ ચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતરશે તેઓ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજ્યના તલાટી મંત્રી મંડળના નિર્ણયને સમર્થન આપીને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલાટી મંત્રી મંડળ પણ આ હડતાલમાં જોડાયા છે.
આ પણ વાંચોઃ Doctors on strike: ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ડોક્ટરો હડતાલ પર
તલાટી મંત્રી મંડળ અચોક્કસ મુદતની હડતાલ - રાજ્ય સરકાર દ્વારા તેઓની માંગણી નહીં સંતોષાતા અંતે હાલ રાજ્ય ભરના તલાટી મંત્રી મંડળ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટાના તલાટી મંત્રી મંડળના તલાટીઓ દ્વારા હડતાલમાં સમર્થન કરી અને તેમની કચેરીની ચાવી તાલુકા મથકે જમા કરાવવામાં આવી છે. આ ઉપરાંત તલાટી મંત્રી મંડળ દ્વારા તલાટીઓને સાથે રાખીને ઉપલેટા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને તેમજ ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને તેમની માંગ અને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવી અને રજૂઆત છે અને હડતાલ પર ઉતર્યા છે.