- ઊંટગાડી દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન વિરોધ કર્યો
- કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કમ પ્રચાર વિરોધ કર્યો
- ગેસની બોટલ અને કેરોસીનના કેન મૂકીને ભાવ વધારાનો વિરોધ કર્યો
રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર જોર પકડી રહ્યું છે. જેતપુરમાં નવાગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-11ની પેટા ચૂંટણીનો પ્રચાર કમ વિરોદ્ધ પ્રદર્શન આજે રવિવારે કોંગ્રેસે અનોખી રીતે કર્યું હતું. કોંગ્રેસના ઉમેદવારે અહીં બળદગાડામાં બેસીને પ્રચાર માટે નિકળ્યા હતા. આ સાથે જ ઊંટગાડી અને કોંગ્રેસના સમર્થકો પણ જોડ્યા હતા.
સરકાર અને ભાજપની ઝાટકણી કાઢીને સૂત્રોચાર
કોંગ્રેસે અહીં મોંઘવારીને મુદ્દો બનાવ્યો હતો અને વધી રહેલા પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવ મુદ્દે સરકાર અને ભાજપની ઝાટકણી કાઢીને સૂત્રોચાર કર્યા હતા. ગેસના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું હોય તેવો બળાપો કાઢ્યો હતો.
મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો
બળદ ગાડામાં ગેસની બોટલ અને કેરોસીનના કેન મૂકીને ભાવ વધારાનો વિરોધ કર્યો હતો અને આ મુદ્દે જ મતદારોને જાગૃત કરવા પ્રયાસ કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના મહિલા કાર્યકર્તાઓએ "નરેન્દ્ર મોદી હાય હાય" બોલી અને પોતાની છાતી પણ કુટી અને નારાઓ લગાવ્યા હતા.