ETV Bharat / state

રાજકોટના ઘેલા સોમનાથ મંદિરે મહાદેવને શિવ, પાર્વતી અને ગણેશજીનો શણગાર - Ghela Somnath temple in Rajkot

પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવ પૂર્વક ભોળાનાથની પૂજા અર્ચના કરતા હોય છે. દેશભરના દરેક શિવ મંદિર પર ભક્તો દર્શન માટે આવતા હોય છે. પરંતુ આ કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા ધર્મસ્થાનો પર લોકોને એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે, હવે રાજકોટના ઘેલા સોમનાથ મંદિરે આ શ્રાવણ માસમાં દરરોજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો ભક્તો આ દર્શનનો લાભ લઇ રહ્યા છે.

રાજકોટના ઘેલા સોમનાથ મંદિરે શિવપાર્વતી અને ગણેશજીને અનોખો શણગાર કરાયો

author img

By

Published : Aug 4, 2020, 10:42 PM IST

રાજકોટ: શહેરમાં આવેલા ઘેલા સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને શિવપાર્વતી અને ગણેશજીનો શણગાર કરવામાં આવ્યો હતો. પૂજારી હસુભાઈ જોષી દ્વારા સોમનાથ દાદાને શ્રાવણ માસ દરમિયાન રોજ અલગ-અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે, સોશિયલ મીડિયાના માધ્યમથી હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

કોરોના મહામારીને કારણે લોકો આ શ્રાવણ માસમાં મંદિરમાં જઇ શકતા નથી. તેથી મંદિર સંચાલન દ્વારા ભક્તો માટે ઓનલાઈન દર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભક્તો પણ મહાદેવના દર્શન કરી આ મહામારીનું સંકટ હરવા પ્રાથના કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.