- જોષી બાપા 6 વર્ષથી ચલાવે છે વૃદ્ધાશ્રમ
- શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમમાં રહે છે 102 વૃધ્ધો
- ધાર્મિક સ્થળો પર યાત્રા કરાવી દિવાળીની કરી ઉજવણી
રાજકોટઃ સમાજ અને પરિવારની ઠોકરો ખાઈને જીવનના અંતિમ ચરણમાં વૃદ્ધાશ્રમના આંગણે પહોંચેલા વૃધ્ધો સાથે અનેક લોકો દીપોત્સવી તહેવાર ઉજવવા આવતા હોય છે. આવા લોકો વૃધ્ધોના જીવનદીપમાં દિવેલનું કામ કરી રહ્યા છે, ત્યારે જેતપુર અને પીઠડીયાની વચ્ચે આવેલા શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમમાં દર દિવાળી પર વૃદ્ધોને યાત્રા કરાવીને દિવાણી ઉજવવામાં આવે છે. આ હરિઓમ વૃદ્ધાશ્રમમાં 102 જેટલા વૃધ્ધો રહે છે.
શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમના જોષી બાપાએ દિવાળીની કરી અનોખી ઉજવણી, વૃદ્ધોને કરાવી યાત્રા વૃદ્ધાશ્રમના જોષી બાપા વેંચતા લીંબુ મરચાપીઠડીયા અને જેતપુર વચ્ચે આવેલા હરિઓમ વૃધ્ધાશ્રમ ચલાવનારા જોષી બાપા નવાગઢમાં અને જેતપુરમાં આવેલી દુકાનો અને કારખાનામાં લીંબુ મરચા બાંધવા જતા હતા. આ દરમિયાન તેને રસ્તામાં કોઈ દુઃખી વ્યક્તિને જોતા જ એમને એવું લાગ્યું કે ખરેખર આવી કંઈક સેવા કરવી જોઈએ. ત્યારથી જોષી બાપાએ એક સેવા કરવાનો સંકલ્પ લીધો હતો. દરરોજ વૃદ્ધાશ્રમમાં સવાર, બપોર અને સાંજ ત્રણેય ટાઈમ નાસ્તો અને જમવાનું આપવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં જેટલા વૃદ્ધો આવે છે તેની પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જે લોકોને સ્વૈચ્છિક દાન કે ભેટ આપવી હોય તે આપે છે. આજુ બાજુના શહેરીજનો વૃદ્ધાશ્રમમાં આવીને પોત પોતાની રીતે જમવાનું બનાવીને તમામ વૃદ્ધોને જમવાનું પીરસે છે.શ્રી હરિઓમ વૃદ્ધાશ્રમના જોષી બાપાએ દિવાળીની કરી અનોખી ઉજવણી, વૃદ્ધોને કરાવી યાત્રા વૃદ્ધોને યાત્રા કરાવીને કરે છે દિવાળીની ઉજવણીવૃદ્ધાશ્રમ ચલાવનારા જોષી બાપાએ ETV ભારતને જણાવ્યું હતું કે, દર દિવાળી પર વૃદ્ધોને સોમનાથ, હરિદ્વાર, દ્રારકા સહિતના સ્થળો પર યાત્રા કરાવે છે. ત્યારે વર્ષે દિવાળીની ઉજવણી નિમિતે બધા વૃદ્ધોને એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વેમાં લઇ જશે.જ્યાં મા અંબાના દર્શન કરાવી ગિરનારની યાત્રા કરાવશે.