ETV Bharat / state

ઉમરગામ કિનારા બચાવ સમિતિ દ્વારા નારગોલ ખાતે તૈયાર થનારા બંદરના વિરોધમાં આપ્યું આવેદનપત્ર - Application form to Umargam Mamlatdar

ગુજરાતના મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) એ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનાં નારગોલ ખાતે પોર્ટ નિર્માણની જાહેરાત કરી છે. જે બાદ આ વિસ્તારમાં કિનારા બચાવ સમિતિ અને સ્થાનિક માછીમારો, ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. જે અંતર્ગત ગુરુવારે ઉમરગામ મામલતદાર (Mamlatdar) ને બંદરના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Valsad News
Valsad News
author img

By

Published : Aug 5, 2021, 5:47 PM IST

  • વલસાડમાં કિનારા બચાવ સમિતિએ આપ્યું આવેદનપત્ર
  • નારગોલ ખાતે બનનાર પોર્ટનો સ્થાનિકોમાં વિરોધ
  • સ્થાનિક માછીમારોની રોજીરોટી છીનવાઈ જવાનો ડર

વલસાડ: ઉમરગામ તાલુકાનાં નારગોલ સહિતના દરિયાની અંદર ફરી એક વખત ગુજરાત સરકારે મહાકાય બંદર નિર્માણ (Port construction) ની જાહેરાત કરી છે. જેને લઈને ઉમરગામ તાલુકાનાં માછીમારો સહિત કાંઠા વિસ્તારનામાં સ્થાનિકો અને ખેડૂતોમાં બંદર નિર્માણ અંગે ભારે વિરોધના સૂર ઉઠ્યા છે. તો બીજી તરફ મીડિયાના માધ્યમથી સ્થાનિક ધારાસભ્ય રમણલાલ પાટકર બંદરની તરફેણમાં નિવેદનો આપી પોર્ટનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) કરશે તેવા નિવેદન આપી રહ્યા છે.

ઉમરગામ કિનારા બચાવ સમિતિ દ્વારા નારગોલ ખાતે તૈયાર થનારા બંદરના વિરોધમાં આપ્યું આવેદનપત્ર

ઉમરગામ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું

આગામી દિવસોમાં મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) ઉમરગામ તાલુકાનાં કલગામ ગામે મારુતિ વનના ભૂમિ પૂજન માટે પધારનાર છે. બંદરનું ખાતમુહૂર્ત કે જાહેરાત કરવામાં આવે એવા સંભવિત કાર્યક્રમને જોતાં ઉમરગામ તાલુકા કિનારા બચાવ સમિતિ ફરી એક વખત સક્રિય બની છે. ઉમરગામ તાલુકા કિનારા બચાવ સમિતિ (Coast Guard Committee) ના કન્વીનર શૈલેષ હોડીવાલાની આગેવાની હેઠળ ગુરુવારે મુખ્યપ્રધાન (CM) ને સંબોધતુ આવેદનપત્ર ઉમરગામ મામલતદાર (Mamlatdar) ને સુપ્રત કરવામાં આવ્યું હતું.

22 વર્ષથી સ્થાનિક લોકો બંદરનો વિરોધ કરી રહ્યાં છે

સમિતિએ આવેદનપત્રમાં કુલ 09 જેટલા મુદ્દાઓ રજૂ કર્યા છે. જેમાં ઉમરગામ અને નારગોલ દરિયાઈપટ્ટીમાં વસનારા અને માછીમારી કરનાર 30,000 સ્થાનિક લોકો ઉમરગામ-નારગોલ ખાતે આવનાર સૂચિત કાર્ગો પોર્ટનો વિરોધ છેલ્લા 22 વર્ષથી કરતાં આવેલ છે. આ વિસ્તારમાં બંદરની જરૂરીયાત ના હોઈ, આ વિસ્તાર પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામી શકે એમ હોવાથી સ્થાનિક લોકો, ખેડૂતો, માછીમારો અને રહેવાસીઓ આ બંદરના પ્રદૂષણને લીધે ભોગ બનવા માંગતા નથી. આ વિસ્તાર માછલીઓનો બ્રિડિંગ વિસ્તાર છે. બંદર આવવાથી મચ્છીની અનેક પ્રજાતી નષ્ટ થશે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારને પોર્ટ નહિ બનાવવાની વિનંતી કરતું આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચીખલી પોલીસ મથકમાં મૃત્યુ પામેલા આદિવાસી યુવાનોના ન્યાય માટે આમ આદમી પાર્ટી દ્વારા અપાયુ આવેદનપત્ર

પોર્ટને બદલે સ્થાનિક માછીમારોને માળખાકીય સુવિધા આપો

કિનારા બચાવ સમિતિ (Coast Guard Committee) એ રજૂઆત કરી હતી કે, ગ્રામ પંચાયતે ગ્રામ સભામાં આ પોર્ટ વિરુદ્ધ ઠરાવ પસાર કરેલો છે. પેસા એક્ટ હેઠળ ગ્રામસભાની મંજૂરી મેળવેલી નથી. સરકારી સહાય વગર વર્ષે 450 કરોડ રૂપિયાની મત્સ્ય આવક અને 30,000 લોકોને રોજીરોટી રળી આપતા માછીમારીના ધંધા સામે પ્રદૂષણ આપતા પોર્ટની સ્થાનિક લોકોને કોઈ જરૂરિયાત નથી. આગવું કુદરતી સૌંદર્ય ધરાવતા અને આધ્યાત્મિક રીતે મહત્વના નારગોલ વિસ્તારને સાંસ્કૃતિક અને પર્યટન સ્થળ તરીકે વિકાસ કરવાનો સરકારનો કોઈ જ પ્રયત્ન નથી. ઉપરથી પ્રદૂષણ ફેલાવતા પોર્ટ લાવવાનું કાર્ય કરેલા છે. માછીમારોને આજદિન સુધી જરૂરી માળખાકીય સુવિધાઓ મળી નથી કે તેમના વિકાસ માટે કોઈ જ વ્યાવસાયિક યોજનાઓ આ દરિયાઈ વિસ્તારની મત્સ્ય સહકારી મંડળીઓને સહાય આપી નથી. સ્થાનિક લોકો વાણિજ્ય બંદરનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો: નવસારી કોંગ્રેસે મોંઘવારીના Protest માં કાઢી સાયકલ રેલી

3800 કારોડમાં બંદર નિર્માણની જાહેરાત કરાઈ છે

ઉલ્લેખનીય છે કે, નારગોલ ખાતે આવનારા દિવસોમાં 3800 કરોડના ખર્ચે કાર્ગો પોર્ટ બનાવવાની જાહેરાત રૂપાણી સરકારે કરી છે. જે બાદ માછીમારોને વ્યવસાયને અને આસપાસના સ્થાનિક ખેડૂતોની રોજગારી છીનવાઈ જશે તે ડર ને કારણે સ્થાનિક લોકો બંદરનો વિરોધ કરી રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.