રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેવી ઘટના રાજકોટમાં સામે આવી રહી છે. રાજકોટમાં થોડા દિવસો પહેલા સ્ટેટ મોનીટરીંગની ટીમ દ્વારા દારૂ નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે આજે સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટ નજીકથી વિદેશી દારૂનો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. બીજી તરફ રાજકોટ એરપોર્ટ પોલીસે પણ એક વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો(Two trucks foreign liquor were seized from Rajkot) છે. આમ એક જ દિવસમાં રાજકોટમાંથી બે વિદેશી દારૂ ભરેલા ટ્રકો ઝડપાવવાની ઘટના સામે આવતા દારૂબંધી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
સ્ટેટ મોનિટરિંગની ટીમે ફરી રાજકોટમાં પાડ્યો દરોડો: રાજકોટમાં સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા હિરાસર એરપોર્ટ નજીક જીઆઇડીસી વિસ્તારમાંથી એક વિદેશી દારૂ ભરેલો ટ્રક પકડી પાડવામાં આવ્યો હતો. જે ટ્રકમાં અંદાજિત 1000 કરતા વિદેશી દારૂની પેટી ઝડપાઈ છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા ટ્રકના ડ્રાઇવર કેસારામ લાખારામ જાતની પણ ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે SMCની ટિમ દ્વારા કુલ વિદેશી દારૂ, ટ્રક સહિત અંદાજીત રૂ.60લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. જ્યારે આ મામલે ત્રણ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું, લાખોનો દારૂ ઝડપ્યો
બે વિદેશી દારૂના ટ્રક ઝડપાતા ચકચાર: સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા વિદેશી દારૂનો ટ્રક પકડી પાડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ થોડા સમય બાદ જ રાજકોટ એરપોર્ટ પોલીસ દ્વારા પણ રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર નજીકથી વિદેશી દારૂનો ટ્રક પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે આ વિદેશી દારૂના ટ્રક સાથે ડ્રાઇવર પણ ઝડપાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂ રાજસ્થાન ખાતેથી લાવવામાં આવ્યો હતો. જો કે સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પોલીસે અંદાજિત 600 પેટી જેટલો વિદેશી દારૂ પકડી પાડ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી રાજ રમત સુધી, વડોદરા પોલીસની વધુ મોટી કાર્યવાહી
દારૂબંધી માત્ર કાગળ પર જ હોવાનું સામે આવ્યું: 31st પહેલા રાજકોટના નવાગામ ખાતેથી સ્ટેટ મોનિટરિંગની ટીમ દ્વારા નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી પકડી પાડવામાં આવી હતી. એવામાં આજે ફરી રાજકોટ ખાતેથી બે વિદેશી દારૂ ઝડપી ઝડપાવાની ઘટના સામે આવી છે. જેને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે ગુજરાતમાં તો દારૂબંધી છે પરંતુ રાજકોટ સુધી કેવી રીતે દારૂ પહોંચી જાય છે. તેમજ આ વિદેશી દારૂ કોની રહેમરાય હેઠળ અહીંયા સુધી પહોંચ્યો છે. આ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે