રાજકોટમાં ચાલી રહેલી લક્ષ્ય ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા શહેરમાં અલગ-અલગ જગ્યાએ વસતા ટ્રાન્સજેન્ડરોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. દેશમાં 2019ની લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ગુજરાતમાં 23 એપ્રિલના રોજ 26 બેઠકો પર મતદાન થવાનું છે. જેને લઈને મહિલાઓ, પુરુષો સાથે ટ્રાન્સજેન્ડર પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉત્સુક છે.
રાજકોટમાં લક્ષ્ય ટ્રસ્ટ નામની સંસ્થા આ ટ્રાન્સજેન્ડરોને હાલમાં તેમને મત કેટલો કિંમતી છે, તેમજ તેમના એક મતથી શું થઈ શકે તે માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં 2004થી લક્ષ્ય ટ્રસ્ટ ટ્રાન્સજેન્ડરો માટે કામ કરી રહી છે. જેમાં જે પણ ટ્રાન્સજેન્ડરો પાસે આધારકાર્ડ કે ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ નથી તેમને ડોક્યુમેન્ટ કઢાવી આપવા સાથે જ તેમને સમાજમાં થતી સોશિયલ અથવા ફેમિલી મુશ્કેલીઓમાં પણ મદદરૂપ થાય છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમા અંદાજિત 1200 કરતા વધારે ટ્રાન્સજેન્ડરોને મતદાન માટે જાગૃત કરાયા છે.