ETV Bharat / state

ધોરણ-10નું પરિણામ જાહેર, ગોંડલની 2 વિદ્યાર્થીનીઓએ ટોપ-10માં મેળવ્યું સ્થાન - Gujarati news

રાજકોટઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યુ છે. જેમાં ગુજરાત બોર્ડનું પરિણામ 66.97 ટકા, રાજકોટ જિલ્લાનું 73.92 ટકા અને ગોંડલનું પરિણામ 72.02 ટકા આવ્યું છે.

ગોંડલની 2 વિદ્યાર્થીનીઓએ ટોપ 10માં મેળવ્યું સ્થાન
author img

By

Published : May 21, 2019, 4:44 PM IST

ગોંડલની નામાંકિત ગંગોત્રી સ્કૂલનું પરિણામ 91.79 ટકા આવ્યું છે અને આ જ સ્કુલની વિદ્યાર્થીની ઋત્વિ પારખિયાએ સમગ્ર ગુજરાત બોર્ડમાં 99.98 pr સાથે દ્વિતીય સ્થાન અને સોરઠિયા વિશ્વાએ 99.96 pr સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથું સ્થાન મેળવી ગોંડલ અને શાળાનું નામ રોશન કર્યુ છે. ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ-10 ના પરિણામમાં 99 pr ઉપર 17 વિદ્યાર્થીઓ, 98 pr ઉપર 30 વિદ્યાર્થીઓ, 97 pr ઉપર 42 વિદ્યાર્થીઓ, 96 pr ઉપર 50 વિદ્યાર્થીઓ, 95 pr ઉપર 60 વિદ્યાર્થીઓ આવ્યા છે. આ રીતે ફરી એક વખત ગંગોત્રી સ્કૂલે પરિણામમાં ઉત્તરોત્તર ઉજ્જવળ પરિણામો લાવવાની પરંપરા જાળવી રાખી છે.

ગોંડલમાં ધોરણ 10 નું શ્રેષ્ઠ પરિણામ આવતા તમામ તેજસ્વી તારલાઓને બિરદાવતું મોટું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં ગોંડલના હોદ્દેદારો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શુભેચ્છકો અને નામાંકિત વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીની મહેનતને બિરદાવવા ગોંડલના રસ્તા પર ઘણા લોકો પણ સાથે જોડાયા હતા. ગંગોત્રી સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી સંદિપ છોટાળાએ સહુ તેજસ્વી તારલાઓને પોતાના હાથે મીઠુ મોઢું કરાવ્યું હતું. તેમજ આવું શ્રેષ્ઠ પરિણામ લાવનાર તમામ શિક્ષકગણ, મેનેજમેન્ટ ટીમ તેમજ વાલીઓને શુભેચ્છા પાઠવી હતી.

ધોરણ-10નું પરિણામ જાહેર, ગોંડલની 2 વિદ્યાર્થીનીઓએ ટોપ-10માં મેળવ્યું સ્થાન

ગંગોત્રી સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી સંદિપ છોટાળાએ જણાવ્યું હતું કે, ગંગોત્રી સ્કૂલ સમગ્ર ગુજરાતમાં અગ્રણ્ય સંસ્થાઓમાં સ્થાન પામી છે. તે તમામ બાબતોનો શ્રેય પરિપક્વ અને અનુભવી આચાર્યશ્રી, નિષ્ણાંત અને સંસ્થાને સમર્પિત શ્રેષ્ઠ સ્ટાફગણ, તેમજ સુમેળ અને સહકારભર્યું વર્તન દાખવતા વાલીઓ તથા મહેનતુ અને આજ્ઞાંકિત વિદ્યાર્થીઓને આભારી છે. ભવિષ્યમાં પણ આવું જ શ્રેષ્ઠ પરિણામ અવિરત મળતું રહેશે.

Intro:એન્કર :- ધોરણ - 10 નું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ પરિણામ જાહેર થયું. જેમાં ગુજરાત બોર્ડનું પરિણામ 66.97 ટકા આવ્યું. રાજકોટ જિલ્લાનું પરિણામ 73.92 ટકા આવ્યું ગોંડલનું પરિણામ 72.02 ટકા આવ્યું. 

વિઓ :- ગોંડલની નામાંકિત ગંગોત્રી સ્કૂલનું પરિણામ 91.79 ટકા આવ્યું છે. જેમાં આ પરિણામમાં ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની પારખિયા ઋત્વિ એ સમગ્ર ગુજરાત બોર્ડમાં 99.98 પી.આર. સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત સોરઠિયા વિશ્વા એ 99.96 પી.આર. સાથે  સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથું સ્થાન મેળવ્યું છે ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ ધોરણ - 10 ના પરિણામમાં 99 પી.આર. ઉપર 17 વિદ્યાર્થીઓ, 98 પી.આર. ઉપર 30  વિદ્યાર્થીઓ, 97 પી.આર. ઉપર 42 વિદ્યાર્થીઓ, 96 પી.આર. ઉપર 50 વિદ્યાર્થીઓ, 95 પી.આર. ઉપર 60 વિદ્યાર્થીઓ આવ્યા આ રીતે ફરી એક વખત ગંગોત્રી સ્કૂલે પરિણામમાં ઉત્તરોત્તર ઉજ્જવળ પરિણામો લાવવાની પરંપરા જાળવી રાખી છે. ગોંડલના ભગવતસિંહજી નું સ્વપ્ન હતું કે ગોંડલ શિક્ષણનું હબ બને. તેમના સ્વપ્નને ગંગોત્રી સ્કૂલે સાર્થક કરી બતાવ્યું છે. વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવી ગંગોત્રી સ્કૂલ તેમજ પરિવારનું ગૌરવ વધારેલ છે, ગંગોત્રી સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતના નકશામાં ગોંડલનું સ્થાન ગુંજતું કર્યું છે.
ધો. 10 નું શ્રેષ્ઠ પરિણામ આવતા તમામ તેજસ્વી તારલાઓને બિરદાવતા મોટું સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ સરઘસમાં ગોંડલના હોદ્દેદારો, અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, શુભેચ્છકો અને નામાંકિત વ્યક્તિઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. વિદ્યાર્થીની મહેનતને બિરદાવવા ગોંડલના રસ્તા પર ઘણા લોકો પણ સાથે જોડાયા હતા. ગંગોત્રી સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી સંદિપ છોટાળાએ સહુ તેજસ્વી તારલાઓને પોતાના હાથે મીઠુ મોઢું કરાવ્યું હતું. તેમજ આવું શ્રેષ્ઠ પરિણામ લાવનાર તમામ શિક્ષકગણ, મેનેજમેન્ટ ટીમ તેમજ વાલીઓને શુભેચ્છા પાઠવી હતી. ખૂબ જ ટૂંકાગાળામાં સમગ્ર ગુજરાતમાં દૂર દૂર સુધી ગંગોત્રીરૂપી જ્ઞાનને વહાવનાર આ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સંદિપ છોટાળાના માર્ગદર્શન, અનુભવ અને શ્રેષ્ઠ મેનેજમેન્ટને કારણે આ ગંગોત્રી સ્કૂલ નાના બીજમાંથી ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ રૂપી મોટા વટવૃક્ષમાં પરિણત થઇ ચૂકી છે. જેને થોડા સમય પહેલા જ ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ને હસ્તે સૌરાષ્ટ્ર-કચ્છની બેસ્ટ ઇન્ટરનેશનલ રેસીડેન્સીયલ સ્કૂલનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.

ગંગોત્રી સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી સંદિપ છોટાળાએ જણાવ્યું હતું કે ગંગોત્રી સ્કૂલ સમગ્ર ગુજરાતમાં અગ્રગણ્ય સંસ્થાઓમાં સ્થાન પામી છે તે તમામ બાબતોનો શ્રેય પરિપક્વ અને અનુભવી આચાર્યશ્રી, નિષ્ણાંત અને સંસ્થાને સમર્પિત શ્રેષ્ઠ સ્ટાફગણ, તેમજ સુમેળ અને સહકારભર્યું વર્તન દાખવતા વાલીશ્રીઓ તથા મહેનતુ અને આજ્ઞાંકિત વિદ્યાર્થીઓને આભારી છે. ભવિષ્યમાં પણ આવું જ શ્રેષ્ઠ પરિણામ અવિરત મળતું રહેશે. 

Body:બાઈટ :- સંદીપભાઈ છોટાળા (સ્કૂલ મેનેજિંગ ટ્રસ્ટી) - સાફા વાળા

બાઈટ :- પારખિયા ઋત્વિ (ગુજરાત બોર્ડ માં બીજા સ્થાને)

બાઈટ :- અશોકભાઇ પીપળીયા (ગોંડલ નગરપાલિકા પ્રમુખ)

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.