રાજકોટ: ગેમની લત માણસનો જીવ સુદ્ધાં લઈ શકે છે તેનો કિસ્સો રાજકોટ ખાતેથી સામે આવ્યો છે. તીનપત્તી ગેમમાં 1 લાખથી વધુની રકમ હારી જતાં યુવાન જિંંદગીથી હારી ગયો હતો અને આજીડેમમાં કુદીને મોતને વ્હાલું કર્યું હતું. આપઘાત કરતાં પહેલા યુવાને વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે પોલીસ યુવાનનો મૃતદેહ શોધીને વધુ તપાસ શરૂ કરી છે.
તીનપત્તીમાં 1 લાખથી વધુની રકમ હાર્યો: પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને આપઘાત કરનાર યુવાનનું નામ શુભમ બગથરિયા છે તેમજ તેની ઉમર 21 વર્ષ છે અને તે CAના અભ્યાસ કરી રહ્યો હતો.
હાલ આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ તેને આજીડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. રાજકોટમાં સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને યુવાને આજી ડેમમાં પડીને આપઘાત કરી લેવાને પગલે ચકચારમાંથી જવા પામી છે. ત્યારે બીજી તરફ આ મામલે રાજકોટની આજી ડેમ પોલીસે દ્વારા પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે." - જીબી ઠેબા, રાજકોટ ફાયર વિભાગના ઓફિસર
આપઘાત કરતાં પહેલા શું કહ્યું: યુવાન વીડિયોમાં જણાવી રહ્યો છે કે તેણે બહુ મહેનત કરી છે. મારાથી એટલા બધા પાપ થયા છે કે હું તેને બયાન નથી કરી શકતો. હું આજી નદીમાં કૂદીને આપઘાત કરું છું. આમાં કોઈના કાઈ વાંક નથી. મારા શેર ખૂબ જ સારા હતા. તેમના 65 હજાર રૂપિયા, હર્ષના 30 હજાર અને અશ્વિન ભાઈના 20 હજાર સહિતના પૈસા હું ઓનલાઇન ગેમ તીનપત્તીમાં હારી ગયો હતો. જ્યારે હું જીંદગીમાં થાકી ગયો છું. જેના કારણે હું આપઘાત કરવા માંગુ છું. છેલ્લે યુવક કહી રહ્યો છે કે પપ્પા મમ્મી I LOVE YOU હસતા રહેજો. મૃતક યુવક વીડિયોમાં અંતમાં જણાવે છે કે પપ્પા મારું બાઈક આજીડેમ નજીક પડ્યું છે. જેને વેચીને જે પણ પૈસા આવે તેને રૂપિયા માંગતા લોકોને ચૂકવી દેજો. ત્યારબાદ આ યુવક આજીડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લે છે.
પોલીસે વધુ તપાસ હાથ ધરી: યુવાનની આપઘાતની ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથધરી હતી. હાલ યુવાનનો મૃતદેહ ફાયર વિભાગને હાથ લાગ્યો છે. વાયરલ વીડિયોને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.