ETV Bharat / state

જેતપુરમાં દારૂના દુષણને ડામવા મહિલાઓ આંદોલનના માર્ગે - દારૂ

જેતપુરમાં દેશી અને વિદેશી દારૂનું અને નશીલા પદાર્થોનું ધૂમ વેચાણ થતું હોય તેવા આક્ષેપો (Allegations)સાથે આજે કૉંગ્રેસ પાર્ટીના મહિલા વિંગ (Women's Wing of the Congress Party)દ્વારા એક રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકો(Women and children) પણ જોડાયા હતા. અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ ASP ને આવેદન(Application to ASP) પાઠવ્યું હતું.

જેતપુરમાં દારૂના દુષણને ડામવા મહિલાઓ આંદોલનના માર્ગે

author img

By

Published : Nov 12, 2021, 9:54 AM IST

  • જેતપુરને ઉડતું જેતપુર થતું અટકાવવા મહિલાઓ આવી મેદાને
  • પોલીસની નજર હેઠળ દારૂનો વેપલો ચાલતો હોવાના આક્ષેપ
  • કૉંગ્રેસના મહિલા વિંગના પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં કરવામાં આવી રેલી

રાજકોટ: શહેરમાં જેતપુર મહિલા કૉંગ્રેસ (Jetpur Women's Congress)અને ગુજરાત પ્રદેશ મહિલા કૉંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની(Gayatriba Vaghela) આગેવાનીમાં જેતપુર પોલીસને(Jetpur Police) એક આવેદનપત્ર(Application form) પાઠવવામાં આવ્યું હતું. જેમાં જેતપુરમાં દેશી અને વિદેશી દારૂ અને નશીલા પદાર્થોનું બેફામ વેચાણ થાય છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. જેતપુર કૉંગ્રેસના આગેવાન નગરપાલિકાનાં સદસ્યોએ જેતપુરમાં વધી રહેલા દારૂના વેચાણને ડામવા માટે જેતપુરના તીનબતી ચોકથી લઈને જેતપુર DYSP ઓફિસ સુધી રેલી યોજી હતી અને જેતપુર પોલીસ વિરુદ્ધ અને ભાજપ વિરુદ્ધ સૂત્રોરચાર (Slogan against BJP)કર્યા હતા અને જેતપુરમાં દારૂનું વેચાણ બંધ (Liquor sales stopped in Jetpur)કરવાની માંગ કરી હતી.

ASP સાગર બાગમરને આવેદનપત્ર પાઠવ્યું

આ રેલીમાં ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા સહિતના કૉંગ્રેસના સભ્યો પણ હાજર રહ્યા હતા અને રેલી સ્વરૂપે જેતપુર ડીવીઝનના ASP સાગર બાગમરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ આગામી સમયમાં જેતપુરમાં દારૂબંધી નહિ કરવામાં આવે તો વધુ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

વર્ષોથી જેતપુરમાં નોકરી કરતા પોલીસ કર્મીઓની બદલી કરવાની કરવામાં આવી માંગ

જેતપુરમાં યોજાયેલ મહિલાઓની રેલીમાં જેતપુર નવાગઢ નગરપાલિકાના સભ્ય અને કૉંગ્રેસ આગેવાન શારદાબેન વેગડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જેતપુર આગઉ પણ દારૂબંધીના કડક અમલ માટે આવેદનો પાઠવવામાં આવ્યા છે પણ પરિણામ શૂન્ય મળતું રહ્યું છે. સાથે જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમુક પોલીસ કર્મચારીઓ જેતપુરમાં છેલ્લા દસ-પંદર વર્ષથી નોકરીઓ કરે છે જેતપુર સીટી પોલીસમાંથી બદલી કરાવીને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં બદલી કરાવે છે અને તેમાંથી LCB માં બદલી કરાવીને છેલ્લે જેતપુરમાં જ નોકરી મેળવી લે છે. જેને લઈને આવા પોલીસ કર્મચારીઓની દારૂના બુટલેગરો સાથે સાંઠગાંઠ વધી જતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે રાજ્ય સરકાર પાસે દારૂબંધીની કડક અમલવારીની માંગ કરી હતી.

ગતવર્ષ કરત આ વર્ષે દારૂની બાબતમાં વધુ કેસ થયા છે: ASP જેતપુર

મહિલાઓ દ્વારા દારૂના દુષણને ડામવા માટે રેલી કાઢવામાં આવેલ હતી. જેને લઈને મીડિયા દ્વારા જેતપુર પોલીસ ડીવીઝનના ASP સાગર બાગમરની મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે ગયા વર્ષ કરતા આ વર્ષે જેતપુર પંથકમાં દેશી દારૂ અને વિદેશી દારૂને લગતા કેસ વધુ માત્રામાં કરવામાં આવ્યા છે. તેમજ આજે મહિલાઓ અને કૉંગ્રેસના મહિલા આગેવનો દ્વારા જે આક્ષેપો સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે તેને લઈને ઉચિત કાર્યવાહી કરવાની ખાતરી મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ વડોદરાના જાહેર રસ્તાઓ પરથી દૂર થશે નોનવેજ અને ઈંડાની ખુલ્લી લારીઓ
આ પણ વાંચોઃપાદરા જંબુસર રોડ પાસે પેસેન્જર ભરેલો ટેમ્પો પલટી જતાં 14ને ઇજા પહોંચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.