રાજકોટના રૈયા ગામમાં મુકેશભાઈ ભાઈના ઘરે બહેનના બે દીકરા અર્જુન વઘેરા અને કરણ વઘેરા બન્ને ભાઈઓ આવ્યા હતા. ત્યારે ગામની નજીક વરસાદી પાણી ખાડામાં ભરાતા બન્ને બાળકો અને તેમના મામનો દીકરો સમીર મુકેશભાઈ મકવાણા નાન્હવા માટે ગયા હતા. ત્યારે ખાડાના ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા.
સમગ્ર ઘટનાની જણ ગ્રામજનોને થતા ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી. જ્યારે ફાયરબ્રિગેડ જવાનો દ્વારા ખાડામાં શોધખોળ હાથ ધરતા ત્રણેય બાળકોના મૃતદેહ હાથમાં લાગ્યા હતા. રાજકોટમાં ત્રણ બાળકોના મોત થયા પરિજનોમા દુઃખની લાગણી જોવા મળી હતી.