રાજકોટ : રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે. જેના ભાગરૂપે આત્મીય યુનિવર્સિટી ખાતે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમતગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યુવા સંમેલનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ અલગ અલગ ક્ષેત્રમાં નામના મેળવનાર યુવાઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, આ યુવા સંમેલનમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.