રાજકોટમાં ટ્રાફિક વોર્ડન ફરજ દરમિયાન મોબાઈલ ફોન પોઈન્ટ પરના ઇન્ચાર્જ અધિકારીને જમાં કરાવવાનો રહેશે. વોર્ડન જ્યારે પોતાની ફરજ પર આવી જાય ત્યારબાદ તેની મોબાઈલ મારફતે હાજરી પુરવામાં આવે છે. એ કામ બાદ તરતજ વોર્ડનને પોતાની પાસે રહેલો મોબાઈલ ફોન જમા કરાવવાનો રહેશે.
આ અંગે DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિકની ફરજ દરમિયાન ઘણી વખત વોર્ડન ફોનમાં વ્યસ્ત હોવાનું જણાઈ આવ્યું હતું. જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.