રાજકોટઃ ગોંડલના સુલતાનપુરની કન્યાશાળાના 26 પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓ તેમજ 4 શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સુલતાનપુર ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા આ બાળકોને તેમજ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યાં હતા.
ગોંડલની સુલતાનપુરની કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું શિક્ષક એટલે પહેલી માં અને માં એટલે પહેલો શિક્ષક આ સૂત્રને સુલતાનપુર કન્યા શાળાના શિક્ષકોએ સાબિત કરી આપ્યું છે. કોરોનાના કપરા સમયમાં વિધાર્થીઓને યોગ્ય રીતે શિક્ષણ મળી રહે તે માટે કન્યાશાળા સુલતાનપુરના ચાર શિક્ષકો સતત કાર્ય કરી રહ્યા છે.
ગોંડલની સુલતાનપુરની કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું આ શિક્ષકોમાં આચાર્ય દિલીપ અકવાલિયા, રાણા પોશીયા, શૈલેષ જાગાણી તેમજ મીતા કાછડીયાનો સમાવેશ થાય છે. કોરોનાની મહામારી વચ્ચે પણ બાળકોને સતત ડિજિટલ શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકોએ કરેલી કામગીરી માટે ગ્રામજનોએ પણ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા, તેમજ પ્રતિભાશાળી 26 બાળકીઓને પણ અભિનંદન આપ્યા હતા.ગોંડલની સુલતાનપુરની કન્યાશાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શિક્ષકોનું રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું