- મરચાની ભૂકી છાંટી યુવાનને સગાભાઈએ જ લુટી લીધો હતો
- પોલીસને તમામ મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી
- લૂંટને અંજામ આપનાર બે ઇસમોને દબોચી લેવાયા
મોરબી: પીપળી રોડ પર શુક્રવારે બપોરના સુમારે મની ટ્રાન્સફરના કર્મચારી આશીષસિંહ વાઘેલા લાખોનું કલેક્શન એકત્ર કરીને જતા હતા. ત્યારે 2 ઇસમોએ આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટ ચલાવી નાસી ગયા હતા. કર્મચારી પાસે રહેલા થેલામાં રોકડ રકમ રૂપિયા 7,61,850ની લૂંટને અંજામ આપીને ઈસમો નાસી ગયા હતા. જેની જાણ થતા મોરબી જિલ્લામાં નાકાબંધી કરીને પોલીસ ટીમોએ તપાસ ચલાવી હતી. જેમાં બે આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા અને સહદેવસિંહ વાધુભા વાઘેલાને ઝડપી લઈને લૂંટમાં ગયેલી 7,61,850ની રોકડ રીકવર કરવામાં સફળતા મળી હતી.
આ પણ વાંચો: મોરબીના પીપળી રોડ પર થયેલી લૂંટ મામલે ફરિયાદ નોંધાઈ
લૂંટને અંજામ આપવામાં ભોગ બનનારનો સગો ભાઈ જ આરોપી
લૂંટને અંજામ આપનાર બે ઇસમોને દબોચી લેવાયા છે. જે પૈકી આરોપી મહાવીરભાઈ વાઘેલા ભોગ બનનારા આશિષસિંહ વાઘેલાનો સગો ભાઈ હોવાની માહિતી મળી છે. ત્યારે લૂંટના ગુન્હામાં ફરિયાદ કરનારા આશીષસિંહનો કોઈ રોલ છે કે પછી ભાઈએ રૂપિયાની જરૂરિયાત હોવાથી લૂંટને અંજામ આપ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.