ETV Bharat / state

વ્હેલ માછલી એમ્બરગ્રીસ મામલે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરાઈ - Gujarat News

અમદાવાદમાં આનંદ નગર પોલીસે તાજેતરમાં જ વ્હેલ માછલીનાં એમ્બરગ્રીસ સાથે 3 શખ્સોની ધરપકડ કરી હતી. જોકે આ શખ્સો પાસેથી કરોડો રૂપિયાનું એમ્બરગ્રીસ મળી આવ્યું હતું અને આ શખ્સોનીની પૂછપરછ દરમિયાન એમ્બરગ્રીસ આપનારા ગફાર અન્સારીનું નામ સામે આવતા પોલીસે જૂનાગઢથી મુખ્ય સુત્રધારની પણ ધરપકડ કરી લીધી છે.

Ahmedabad News
Ahmedabad News
author img

By

Published : May 27, 2021, 11:02 PM IST

  • કરોડો રૂપિયાના વ્હેલ માછલીનાં એમ્બરગ્રીસ મામલે મુખ્ય સૂત્રધારની જૂનાગઢથી ધરપકડ
  • પકડાયેલા તમામ શખ્સો એન્ટીક ચીજ વસ્તુનાં વેપાર સાથે છે સંકળયેલા
  • આ શખ્સો ગુજરાતનાં અલગ અલગ જિલ્લાનાં રહેવાસી

અમદાવાદ: શહેરનાં પ્રહલાદનગર દેવપ્રિયા કોમ્પલેક્ષ પાસેથી કરોડોનાં વ્હેલ માછલીનાં એમ્બરગ્રીસ સાથે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ દરમિયાન કેટલીક હકીકતો સામે આવી છે. જે આધારે પોલીસે તપાસ કરતા મુખ્ય સુત્રધાર ગફાર અન્સારીની પણ જૂનાગઢ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સોની પોલીસે તપાસ કરતા સામે આવ્યું છે કે, આ તમામ વેપારીઓ એન્ટીક ચીજ વસ્તુનાં વેપાર સાથે સંકળયેલા છે અને ગુજરાતનાં અલગ અલગ જિલ્લાનાં રહેવાસી છે. એમ્બરગ્રીસ સૌ પ્રથમ ગફાર અન્સારીએ શરીફને વેચવા માટે આપી અને કહ્યું કે, આની બજારમાં ખુબ જ કિંમત આવે તેવી છે અને જ્યારે વેચાય ત્યારે રૂપિયા આપજે. જે એમ્બરગ્રીસ વેચવા માટે શરીફે ખાલીદ અને રાજસ્થાનનાં સુમેર સોનીને વાત કરી અને અમદાવાદમાં આવ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં વ્હેલ એમ્બરગ્રીસ( Whale ambergris )ની તસ્કરીનો સૌપ્રથમ ગુનો નોંધાયો, 3ની ધરપકડ

મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે વેચાય છે એમ્બરગ્રીસ

આમાં ચોકાવનારી વાત એ છે કે, આ વસ્તુની કરોડોની કીંમત છે અને મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે વેચાય છે, ત્યારે ગફાર અન્સારી આ ક્યાંથી લાવ્યો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પણ મુખ્ય સુત્રધાર ગફાર અન્સારીએ શરીફ અને ખાલીદ સાથે વર્ષોથી એન્ટીક ચીજવસ્તુનો વેપાર કરતા હોવાથી સંર્પકમાં હતા અને 6 મહિના પહેલા એમ્બરગ્રીસ શરીફને વેચવા માટે આપ્યું હતું. જેથી ગફારે એમ્બરગ્રીસ વેચવા અંગે શરીફને વાત કરતા ખાલીદ સુમેર સોની ગ્રાહકનાં શોધમાં હતા. જેમાં રાજકોટનાં મુલચંદ અને કચ્છના કમલેશ પંજાબી પોલીસ પકડથી બહાર છે. જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.