ETV Bharat / state

Ind vs Aus 3rd ODI: ભારતીય ક્રિકેટ ટીમ રાજકોટ પહોંચી, આવતીકાલે ત્રીજી અને છેલ્લી વનડે મેચ

ભારતીય ટીમ ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમવા રાજકોટ પહોંચી છે. બીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવીને શ્રેણી જીતી લીધી હતી. અક્ષર પટેલ ત્રીજી વન ડેમાંથી બહાર થઈ ગયો છે.

Etv BharatInd vs Aus 3rd ODI
Etv BharatInd vs Aus 3rd ODI
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 26, 2023, 11:26 AM IST

રાજકોટઃ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે મેચ જીતીને શ્રેણી જીતી લીધી છે. ભારતીય ટીમે પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. હવે ભારતીય ટીમ તેની આગામી મેચ ઓસ્ટ્રેલિયા સાથે રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. બુધવારે રમાનારી તેની છેલ્લી મેચ માટે ટીમ ઈન્ડિયા સોમવારે મોડી સાંજે રાજકોટ પહોંચી હતી. રાજકોટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ટીમનું પોસ્ટર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

સિનીયર ખેલાડીઓની વાપસીઃ જો કે ભારતીય ટીમે શ્રેણી જીતી લીધી છે, પરંતુ છેલ્લી ODI ટીમ તેના તમામ સ્ટાર ખેલાડીઓ સાથે રમશે, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ ત્રીજી અને છેલ્લી મેચમાં રમતા જોવા મળશે. આ ત્રણ ખેલાડીઓને પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહ અંગત કારણોસર બીજી મેચમાં રમી શક્યો ન હતો પરંતુ હવે તે ચોથી મેચ માટે રાજકોટ પહોંચી ગયો છે.

શુભમન ગિલ અને શાર્દુલ ઠાકુરને આરામઃ ઈશાન કિશન રાજકોટમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા જોવા મળશે કારણ કે છેલ્લી ODIમાં શુભમન ગિલ 15 સભ્યોમાં સામેલ નથી, તેને છેલ્લી મેચ માટે આરામ આપવામાં આવ્યો છે. શાર્દુલ ઠાકુર પણ ફાઈનલ મેચનો ભાગ નથી. એશિયા કપની ફાઈનલ મેચમાં ઈશાન કિશન પણ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતો જોવા મળ્યો હતો.

અક્ષર પટેલ ત્રીજી વન ડેમાંથી બહારઃ ઓલરાઉન્ડર અક્ષર પટેલ એશિયા કપમાં થયેલી ઈજામાંથી હજુ સ્વસ્થ્ય થયો નથી. તેથી બુધવારે રમાનારી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી અને અંતિમ ODIમાંથી બહાર થઈ ગયો છે.

ત્રીજી વનડે માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.

આ પણ વાંચોઃ

  1. Kapil Dev Kidnapping Video Viral : શું ખરેખર ક્રિકેટર કપિલ દેવનું કિડનેપિંગ થયું, જાણો તેના વિશે...
  2. IND-AUS ODI Match : રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ ત્રીજી વન-ડે મેચ, ભારત-ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટ આવી પહોંચી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.