- કૌટુંબિક કાકા અને ભત્રીજાએ આચર્યું દુષ્કર્મ
- યુવતીએ ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં બાળકને આપ્યો જન્મ
- કુકર્મી કાકા-ભત્રીજો પોલીસના સંકજામાં
રાજકોટ: જિલ્લાના ગોંડલ શહેર નજીક આવેલા એક ગામની યુવતી પર તેના જ કૌટુંબિક કાકા અને ભત્રીજા દ્વારા છેલ્લા નવ મહિના દરમિયાન ઘણી વખત દુષ્કર્મ આચરતા યુવતી ગર્ભવતી થઈ ગઈ હતી. ગોંડલ તાલુકા પોલીસે યુવતીના કૌટુંબિક કાકા અને ભત્રીજા સામે દુષ્કર્મનો ગુનો દાખલ કરી બન્નેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો: રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ
કુકર્મી કાકાએ લલચાવીને તો ભત્રીજાએ ધમકી આપીને ઘણીવાર આચર્યુ દુષ્કર્મ
ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના PSI એમ. જે. પરમારે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગોંડલના એક મેટરનિટી હોમમાં એક યુવતીએ બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના દુષ્કર્મની હોવાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ પર દોડી ગયો હતો અને પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું હતું કે, યુવતી જ્યારે ગામની સીમમાં ઢોર ચરાવવા જતી હતી ત્યારે તેના કૌટુંબિક કાકાએ લલચાવી ફોસલાવીને તેના પર અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
યુવતી ગર્ભવતી હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ
યુવતીનો કૌટુંબિક ભત્રીજો યુવતી સાથે તેના કૌટુંબિક કાકાને દુષ્કર્મ કરતા હતા તે જોઈ ગયો હતો. આથી તેણે પણ આ વાત અન્ય લોકોને કહી દેવાની ધમકી આપીને યુવતી સાથે ધરાર શરીર સંબંધ બાંધ્યા હતા. છેલ્લા 9 માસ દરમિયાન કૌટુંબિક કાકા-ભત્રીજાએ યુવતીની લાચારીનો ગેરલાભ ઉઠાવીને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આથી તે ગર્ભવતી થઈ ગઈ હતી. સોમવારે યુવતીને ગોંડલની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં તેણે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પરિવારજનો સમક્ષ ઉપરોક્ત આપવીતી જણાવતા બન્ને સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: 4 વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ હત્યા, મૃતદેહના ટુકડા કરી ટોઇલેટની બારીમાંથી ફેંકી દીધા
રાજકોટ રેન્જ IG સંદીપ સિંઘને જાણ થતાં તત્કાલ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા
રેન્જ IGના આદેશથી રાજકીય દબાણ હેઠળ દુષ્કર્મની ફરિયાદ ન થાય તે માટે ગોંડલ પંથકના એક રાજકીય અગ્રણીએ ધમપછાડા શરૂ કર્યા હતા અને હોસ્પિટલે જઈને યુવતીના પરિવારજનોને લાલચ આપીને તેમજ બાળકને આજીવન સાચવવાની ખાતરી આપી બધું રફે-દફે કરી દેવા માગતા હતા, પરંતુ આ ઘટના અંગે રાજકોટ રેન્જ IG સંદીપ સિંઘને જાણ થતા તેઓએ સત્ય વિગતો બહાર લાવીને ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. આથી સોમવારે રાત્રીના યુવતીના કૌટુંબિક કાકા-ભત્રીજા સામે ફરિયાદ નોંધાઈ હતી અને બન્ને પોલીસ સકંજામાં આવી ગયા હતા.