- રાજકોટમાં રાજ્યનું પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર થશે ઉભું
- મોટી જાનહાનિ ટળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો
- હોસ્પિટલના સ્ટાફને ફાયર અંગેની તાલીમ અપાશે
રાજકોટ : રાજકોટના ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના કારણે પાંચ દર્દીના મોત થયા છે. ત્યારે પાંચ દર્દીઓના મોત બાદ મનપાને જ્ઞાન થયું છે કે, શહેરમાં ફાયર ટ્રેનિંગ સેન્ટર બનાવમાં આવે, તે માટેની મનપા દ્વારા તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. તેમજ મોરબી રોડ ખાતે આવેલ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે તાલીમ સેન્ટર ઉભું કરવામાં આવનાર છે. જ્યાં પ્રથમ હોસ્પિટલના સ્ટાફને ફાયર અંગેની તાલીમ આપવામાં આવશે.
રાજ્યનું પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર રાજકોટમાં ઉભું કરાશે રાજ્યમાં પ્રથમ ફાયર ટ્રેનિંગ સેન્ટર ઉભું કરશે રાજકોટ મનપારાજકોટમાં આગ લાગવાની ઘટનામાં 5 દર્દીઓના મોત થયા છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ભવિષ્યમાં આગ લાગવાની ઘટના સર્જાય ત્યારે ફાયર સેફટીના સાધનોનો યોગ્ય ઉપયોગ થાય અને મોટી જાનહાનિ ટળી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તમામ લોકોને ફાયર સેફટીના સાધનો અંગેની માહિતી, તેને કેવી રીતે ચકાવવા સહિતની ટ્રેનિંગ આપવા માટે સેન્ટર ઉભું કરવામાં આવશે. જે રાજ્યનું પ્રથમ સેન્ટર હશે.હોસ્પિટલના સ્ટાફને પ્રથમ તાલીમ આપવામાં આવશેઉદય કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં સામે આવ્યું છે કે, હોસ્પિટલમાં ફાયર સેફટીના સાધનો હતા. પરંતુ હોસ્પિટલ સ્ટાફની અણઆવડતને કારણે આગ બુઝવામાં વાર લાગી હતી. જેને લઈને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે પ્રથમ હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફટીના તમામ સાધનોનું જ્ઞાન હોય તેમને આ સાધનોનો ઉપયોગ કરતા આવડતું હોય માટે પ્રથમ વિવિધ હોસ્પિટલના સ્ટાફને આ અંગેની ટ્રેનિંગ આપવામાં આવશે.