શહેર પોલીસે આ બંને આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, શહેરના નામાંકિત બિલ્ડર કમલેશ રામાણીએ નેહા નામની યુવતીનું મોઢું બગાડવા 1.35 લાખની સોપારી આપી હતી. જેમાં ચેતન અને અનમોલે જે એપાર્ટમેન્ટમાં સોનાની ચેઇનની લૂંટ કરી હતી તે એપાર્ટમેન્ટમાં નેહા પણ રહેતી હતી. નેહાનું મોઢું બગાડવાની ઘટનાને અંજામ આપવા અફઝલ, કલ્પેશ અને જમાલ પણ સાથ આપવાના હતા.
પાંચ મહિના પહેલા ચેતન અને જમાલને કમલેશ રામાણીએ પોતાની ઓફિસ નીચે બોલાવ્યાં હતાં. કમલેશ અને નેહા વચ્ચે અગાઉનું મન દુઃખ હોવાથી નેહા પર હુમલો કરવા અને તેનું મોઢુ બગાડવા 35 હજાર રોકડા અને 1 લાખ રૂપિયા કામ પૂરું થાય ત્યારે આપવાનું નક્કી કર્યું હતું.
આ કામ ચેતન રાઠોડ, કલ્પેશ અને જમાલે સાથે રહીને કરવાનું હતું. બનાવ સમયે આરોપીઓ નેહાને શોધવા માટે તેના એપાર્ટમેન્ટમાં ગયા, પરંતુ તે સમયે નેહા ઘરે ન હતી. જેથી આરોપીઓએ લૂંટ ચલાવી હતી. પોલીસે અન્ય ત્રણ આરોપી અને કમલેશ રામાણીની શોધખોળ હાથ ધરી છે.