દેશના કદી ભુલાય નહિ એવા મહિલા રાજનેતાનું અવસાન થયું છે. ત્યારે રાજકોટ સાથે પણ સુષ્મા સ્વરાજનો અતૂટ નાતો હોવાનું સામે આવ્યો છે. વર્ષ 1995-96 દરમિયાન સુષ્મા સ્વરાજ ત્રણ દિવસ રાજકોટમાં રોકાયા હતા. જે દરમિયાન તેઓ રાજકોટના પ્રથમ મહિલા મેયર ભાવનાબેન જોશીપુરાના ઘરે રોકાયા હતા. આ સમયે ભાવનાબેનના હાથનું કાઠિયાવાડી ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો.

સુષ્મા સ્વરાજને રાજકોટના ગાંઠિયા પણ ખૂબ જ ભાવ્યા હોવાનું ભાવનાબેન દ્વારા જણાવાયું હતું. આવા ઉમદા રાજનેતાની એકાએક વિદાય આવતા દેશમાં શોકની લાગણી જોવા મળી રહી છે.
