રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના ઘણા ગામડાઓમાં બુધવારના રાત્રે 9 કલાકે આકાશમાં કોઈ અગનગોળા ઉડતા હોય તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. જેથી ગ્રામલોકોએ આ સમગ્ર ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી. આ સાથે જ ગ્રામજનોએ તર્ક-વિતર્કો કર્યા હતા કે, ઊંચાઈએ વિમાન ઉડી રહ્યું છે અને આ વિમાનમાંથી અગનગોળા છોડવામાં આવી રહ્યા છે.
આ અંગે ગોંડલના એક પત્રકારે પ્રાંત અધિકારી રાજેશકુમારને જાણ કરી હતી. જેથી રાજેશકુમારે રાજકોટ કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટને તાકીદે માહિતી આપી હતી.