રાજકોટ: મોરબી રોડ પર આવેલી રાજમોતી સોસાયટીમાં રહેતા અશોકભાઈ પાંભર અને તેમના પત્ની પ્રભાબહેને પોતાના ઘરે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. જો કે, ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, અશોકભાઈને કોઈ સંતાનો નહોતા અને છેલ્લા ઘણા સમયથી તેઓ આર્થિક સંકળામણ પણ અનુભવી રહ્યાં હતા. જેના કારણે આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે.