રાજકોટ બેઠક પરથી ફરી ભાજપ દ્વારા વર્તમાન સાંસદ મોહન કુંડારિયાના નામ પરમહોર મારવામાં આવી છે. ત્યારે અગાઉ લોકસભાની ચૂંટણીમાં મોહનભાઈએ એ વખતના અને હાલમાં ભાજપમાં જોડાયેલ કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને હરાવ્યા હતા.
હાલની સ્થિતીજોતા કુંવરજી બાવળિયા પણ હવે ભાજપમાં જોડાયા છે. બીજી તરફ કોંગ્રેસ પાસે આ બેઠક માટે કોઈ સક્ષમ ઉમેદવાર પણ નથી. મોહન કુંડારિયાએ ETVભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટની જનતાએ અગાઉ પણ 2 લાખ કરતા વધારે લીડથી વિજયી બનાવ્યો હતો. ત્યારે ફરી આ વખતે બમણી લીડ સાથે મને જીતાવશે.