- ગોંડલ અક્ષર મંદિર ખાતે શરદ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી
- કોરોના મહામારીના નિયમોનાં પાલન સાથે વિશિષ્ટ રીતે ઉજવાશે
- મહંત સ્વામી મહારાજની અમૃતવાણીનો મળશે લાભ
અમદાવાદ : નેનપુર ખાતે બિરાજમાન BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે એટલે કે શનિવારે સવારે 8.30 થી 12.00 દરમિયાન લાઈવ પ્રસારણ દ્વારા વૈશ્વિક મહાપૂજામાં સૌને દર્શન અને આશીર્વાદ આપશે. આજના દિવસે ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્ય નિમિત્તે BAPSના દેશ વિદેશમાં વસતા તમામ સંતો-હરિભક્તો પોતપોતાના મંદિર કે, ઘરેથી જ એકસાથે આ વૈશ્વિક મહાપૂજામાં જોડાઈને શરદ પૂર્ણિમાની ઉજવણી કરશે.
ઓનલાઇન સત્સંગનો મળશે લાભ
આ ઉપરાંત ફરીથી રાત્રે 8:00-11.00 વાગ્યે શરદપૂર્ણિમાની મુખ્ય સભા http://shabha.baps.org પર લાઈવ થશે. જેમાં વિદ્વાન સંતોના વક્તવ્ય, પાંચ મહાઆરતી અને મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદનો પણ લાભ મળશે. આ ઉપરાંત તા.01.11.2020 થી તા.16.11.2020 સુધી રોજ રાત્રે 9 થી10 ઓનલાઇન સત્સંગ લાભ મળશે. જેમાં વિદ્વાન સંતોની પ્રવચન માળાની સાથે મહંત સ્વામી મહારાજની અમૃતવાણીનો પણ લાભ નિત્ય મળશે.