ETV Bharat / state

Shramik Annapurna Yojana: રાજકોટમાં 9 સ્થળે રૂપિયા 5માં ભોજનની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ - Shramik Annapurna Yojana started at rajkot

રાજકોટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં તા 28 જાન્યુઆરી 2023થી શહેરના વિવિધ 9 સ્થળો પર આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના સંયુક્ત પ્રયાસે આ યોજના શરૂ કરવામાં આવી છે.

Shramik Annapurna Yojana of Rs 5 meal at 9 places in Rajkot launched

author img

By

Published : Jan 28, 2023, 5:42 PM IST

રાજકોટ: રાજકોટ શહેરમાં 9 જેટલા મજૂર નાકાઓ પર 5 રૂપિયામાં શ્રમયોગીઓને ભરપેટ ભોજન મળે તેવી વ્યવસ્થાનું શુભારંભ કરવામાં આવ્યું છે. અન્નપૂર્ણાએ ભગવાન શંકરને અન્ન તૃપ્તિ કરાવેલી તે રીતે જ રાજ્ય સરકાર દ્વારા બાંધકામ શ્રમિક પરિવારોના ભોજનની ખેવના કરી રહી હોવાનું સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન ભાનુબેન બાબરીયાએ રાજકોટમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુન:પ્રારંભ કરાવતા જણાવ્યું હતું.

યોજના 36 શહેરમાં 119 જેટલા કડિયાનાકા પર કાર્યરત હતી

યોજના 36 શહેરમાં 119 જેટલા કડિયાનાકા પર કાર્યરત હતી: ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા રૈયા ચોકડી નજીક આવેલા કડિયા નાકા પાસે આયોજિત સમારંભમાં ભાનુબેને આ યોજનાની રૂપરેખા પુરી પાડતા જણાવ્યું હતું કે, કોરોના પહેલા આ યોજના 12 જિલ્લાના 36 શહેરમાં 119 જેટલા કડિયા નાકા પર કાર્યરત હતી. કોરોના બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે આ યોજનાનો પુનઃ પ્રારંભ કરાવ્યો છે. હાલ વડોદરા, સુરત અને રાજકોટ સહિત કુલ 81 કેન્દ્રો પર આ યોજનાની અમલવારી શરુ થઈ ચુકી હોવાનું તેમને જણાવ્યું હતું.

આ પણ વાંચો Harsh Sanghvi in Surat : આંગડીયા લૂંટ કેસમાં લૂંટારુઓ પાસેથી જપ્ત મુદ્દામાલ વેપારીઓને પાછો સોંપાયો

યોજના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની: આ યોજના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની હોવાનું જણાવતા કેબિનેટ પ્રધાન ભાનુબેન ઉમેર્યું હતું કે બાંધકામ શ્રમિકોને ફક્ત રૂ. 5 માં એક ટંકનું પોષણયુક્ત ભોજન આપવાની સાથે શ્રમિકોના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. ધન્વંતરિ રથ દ્વારા શ્રમિકોને નિદાન-સારવાર તેમજ 17 જેટલા બ્લડ રીપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવતા હોવાનું ભાનુબેને ઉમેર્યું હતું. કેબિનેટ પ્રધાન ભાનુબેને આ તકે શ્રમિકોને રવાનો શીરો, બે શાક, પુલાવ, રોટી સહિતનું ભોજન પીરસી શ્રમિક મહિલાઓ પ્રતિ સમભાવ વ્યક્ત કર્યો હતો. તેમજ ધન્વંતરિ રથની મુલાકાત લઈ શ્રમિકોને આપવામાં આવતી સારવારની માહિતી મેળવી હતી.

આ પણ વાંચો Bhavnagar News : જાહેરમાં ગંદકી કરનારા ભાવેણાવાસીઓને હવે થશે દંડ, કમિશનરે ભંગાર બનેલી ઈ રિક્ષાને કાઢી બહાર

યોજનાનો 9 સ્થળોએ શુભારંભ: કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાનના હસ્તે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ રૂ. 1.60 લાખ સહાયના ચેક અર્પણ કર્યા હતાં. રાજકોટ શહેર ખાતે રૈયા ચોકડી, બાલાજી હોલ, મવડી ચોકડી, બોરડી નાકુ,પાણીના ઘોડો કડિયા નાકુ, રામ રણુજા કડિયા નાકુ, નીલકંઠ કડિયા નાકુ, ગંજીવાડા કડિયા નાકુ, શાપર કડિયા નાકુ સહિત શ્રમિક અન્નપુર્ણા યોજનાનો 9 સ્થળોએ શુભારંભ કરાયો છે. ગુજરાત રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકો માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ યોજનાનો પ્રારંભ જૂન-2017માં કરવામાં આવ્યો હતો. આ યોજનાનો લાભ લેવા માટે શ્રમિકોને ઈ-નિર્માણ કાર્ડ જરૂરી છે. જે બાંધકામ સાઈટ પર શ્રમિકોને કાઢી આપવામાં આવે છે. આ કાર્ડથી અન્ય યોજનાકીય લાભો પણ મળવા પાત્ર હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

આવાસ યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક અર્પણ કર્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.