રાજકોટ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીતો દ્વારા રાજકોટના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા (Shocking Revelation in devayat khavad case) નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાના 10 દિવસ બાદ દેવાયત ખવડ ક્રાઈમબ્રાન્ચ સમક્ષ (Rajkot Crime Branch) હાજર થયો હતો. જેના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં દેવાયત ખવડ કેસ મામલે વધુ એક જ ચોંકાવનારો ખુલાસો (Rajkot Police investigation) થયો છે. તેને લઈને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કાવતરું ઘડ્યા બાદ કરાયો હતો હુમલો પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે, મયુરસિંહ રાણા ઉપર હુમલો કરતા પહેલા દેવાયત ખવડ (devayat khavad case) અને તેના સાગરીતો દ્વારા મયુરસિંહ રાણાની ઓફિસની રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ રેકી કર્યાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યા છે. આ કેસમાં વધુ એક નવો ખુલાસો (Rajkot Police investigation) થયો છે. હાલ દેવાયત ખવડ સેન્ટ્રલ જેલમાં બંધ (Rajkot Central Jail) છે. એવામાં આ ચોકાવનારો ખુલાસો (Shocking Revelation in devayat khavad case) પોલીસ તપાસમાં સામે આવતા ચકચાર મચી છે.
આ પણ વાંચો આજ રાણો રાણાની રીતે ક્રાઈમ બ્રાન્ચમાં થયો હાજર, દેવાયત ખવડએ કરી આગોતરા જામીનની અરજી
કેસમાં પોલીસે કોર્ટમાં કર્યો રિપોર્ટ દેવાયત ખવડ (devayat khavad case) અને તેના સાગરિતોએ મયુરસિંહ પર કાવતરું ઘડીને હુમલો કરવાની વાત સામે આવી છે. તેને લઈને રાજકોટ પોલીસે કોર્ટમાં આ મામલે રિપોર્ટ આપ્યો છે. તેમ જ પૂર્વાયોજિત કાવતરાની કલમ 120 (B)નો ઉંમેરો કરવાનું જણાવવામાં આવ્યું છે. આ મામલે રાજકોટની એ ડિવિઝન પોલીસ (Rajkot A Division Police) તપાસ કરી રહી છે. એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે દેવાયત ખવડ અને તેના સાગરીત વિરુદ્ધ વધુ એક કલમનો ઉમેરો કરવાની પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.