રાજકોટઃ ખેબચડા ગામની સિમ નજીકથી માત્ર 4 માસની નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના શરીરના ભાગમાં 20 જેટલા તીક્ષ્ણ હથિયારના ઘા પણ જોવા મળી રહ્યા હતા. જ્યારે આ બાળકીને એક શ્વાન પોતાના મોંમા લઇનેે જઈ રહ્યો હતો.
તે દરમિયાન રડવાનો અવાજ આવ્યો હતો અને ત્યાં ક્રિકેટ રમી રહેલા બાળકોની નજર આ નવજાત બાળકી પર પડી હતી અને બાળકોએ શ્વાન પાસેથી તાત્કાલિક છોડાવીને 108ને ફોન કર્યો હતો. જો કે, તાત્કાલિક 108ની ટીમે ઘટના સ્થળે પહોચી બાળકીને પ્રાથમિક સારવાર માટે રાજકોટની કે.ડી ચિલ્ડ્રન સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. હાલ આ બાળકીની સ્થિતી નાજુક છે.