- દર્દીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ
- પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર મેળવી રહ્યા
- સિવિલ હોસ્પિટલ બહાર દર્દીઓ માટે છાંયડાની વ્યવસ્થા કરાઇ
રાજકોટ : કોરોનાની બીજી લહેરમાં જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા તમામ દર્દીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલની ડેઝીગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓને સારવાર મેળવી રહ્યા છે.
દર્દીઓ માટે તડકાથી રક્ષણ મળી રહે તે માટે છાયડાની વ્યવસ્થા કરાઇ
હોસ્પિટલમાં દાખલ થનારા નવા દર્દીઓને દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ હોય એ દરમિયાન સિવિલ હોસ્પિટલ પાસે રોડ પર ચૌધરી હાઇસ્કૂલના મેદાન તરફ બન્ને બાજુ મંડપ નાખીને દર્દીઓ માટે તડકાથી રક્ષણ મળી રહે તે માટે છાયડાની વ્યવસ્થા તાત્કાલિક અસરથી કરવામાં આવી છે. જેને લઈને દર્દીઓને તેમજ તેમના સ્વજનોને અહીં ઉનાળાના તડકામાં રાહત મળી શકશે. રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર એમ્યુલન્સ અને ખાનવી વાહનોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. જેઓ અહીં લાઈનમાં ઉભા જોવા મળે છે.
આ પણ વાંચો : રાજકોટ સિવિલમાં સાડી પર PPE કીટ પહેરીને 8 મહિલાઓ દરરોજ કરે છે દર્દીઓની સેવા
ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કોરાનાના ટેસ્ટની વ્યવસ્થા કરાઇ
જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા કોરોનાના દર્દીઓના સગા-સંબંધીઓ માટે પણ સ્વામિનારાયણ ગુરૂકુલ દ્વારા નિ:શુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં કોરોના દર્દીના સગાઓ તેમજ અન્ય લોકો કોરાનાનો ટેસ્ટ કરાવી શકે તે માટે પણ મનપા દ્વારા લેબ ઊભી કરીને કોરાનાના ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.