ETV Bharat / state

સેવા પરમ ધર્મ: રાજકોટના મેયરે ઇજાગ્રસ્ત બાળકીને પોતાની ગાડીમાં હોસ્પિટલમાં પહોંચાડી - Rajkot drivers

રાજકોટ(Rajkot)માં રાતના 10 વાગ્યાની આસપાસ ઈન્દ્રપ્રસ્થના નાળા પાસે નાળાની ઉપરની પાઇપ દીકરીના માથામાં વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઘટના સમયે રાજકોટના મેયર(Mayor of Rajkot) ડો પ્રદીપ ડવ પણ અહીંથી નીકળી રહ્યા હતા. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ રાજકોટના મેયરે દીકરીને પોતાની કારમા લઈને હોસ્પિટલ ખસેડી હતી અને મેયર વાહન ચાલકના બાઈક પર બેસીને હોસ્પિટલે પહોંચ્યા હતા.

સેવા પરમ ધર્મ: રાજકોટના મેયરે ઇજાગ્રસ્ત બાળકીને પોતાની ગાડીમાં હોસ્પિટલમાં પહોંચાડી

author img

By

Published : Oct 29, 2021, 5:48 PM IST

  • રાજકોટના મેયરે ઇજાગ્રસ્ત દીકરીને હોસ્પિટલ પહોંચાડી
  • ઈન્દ્રપ્રસ્થના નાળાની ઉપરની પાઇપ દીકરીના માથા પર વાગી હતી
  • દીકરીનેે કારમાં હોસ્પિટલ પહોંચાડીને મેયર અન્યની બાઈક પર હોસ્પિટલ પહોંચ્યા

રાજકોટઃ રાજકોટના મેયર(Mayor of Rajkot)ની માનવતા એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં બે દિવસ પહેલા રાતના 10 વાગ્યાની આસપાસ ઈન્દ્રપ્રસ્થના નાળા પાસે એક કારમાં બે બાળકીઓ સનરૂફ ખોલીને ઉભી હતી. તે દરમિયાન અચાનક આ નાળાની ઉપરની પાઇપ દીકરીના માથામાં વાગતા તેને ગંભીર ઈજા થઈ હતી. ઘટના સમયે રાજકોટના મેયર ડૉ પ્રદીપ ડવ(Dr. Pradeep Dove) અહીંથી નીકળી રહ્યા હતા. તેમને આ સમગ્ર ઘટના ધ્યાને આવતાં તેમને પોતાની ગાડીમાં આ દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હતી. આ સાથે જ તેમના પરિવાર પણ મેયરની ગાડીમાં હોસ્પિટલ(Hospital of Rajkot)માં પહોંચાડવામાં અવ્યો હતો. જ્યારે મેયર પોતે અન્ય વાહન ચાલકના બાઈક ઉપર બેસીને હોસ્પિટલે પહોંચ્યા હતા.

સેવા પરમ ધર્મ: રાજકોટના મેયરે ઇજાગ્રસ્ત બાળકીને પોતાની ગાડીમાં હોસ્પિટલમાં પહોંચાડી

મેયરે પોતાની કારમાં બાળકીને હોસ્પિટલે પહોંચાડી

બે દિવસ અગાઉ 10 વાગ્યાની આસપાસ ઈન્દ્રપ્રસ્થના નાળા પાસે આ ઘટના સર્જાઈ હતી. જે ઘટનાને મેયર ડો પ્રદીપ ડવે પણ નજરે જોઇ હતી. જેને લઇને દીકરીના માથાનાં ભાગે નાળાનું એન્ગલ લાગતા માથામાંથી લોહી વહેતું થયું હતું. ત્યારે 108ની રાહ જોયા વગર મેયર પોતાની ગાડી માંથી ઉતર્યા અને તાત્કાલિક ઇજાગ્રસ્ત દીકરીને હોસ્પિટલે લઇ જવાની સુચના આપી હતી. જ્યારે આ દીકરીના પરિવારજનો પણ મેયરની કારમાં જ ખાનગી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે આ દીકરીને સારવાર દરમિયાન 10થી વધુ જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી. સમગ્ર ઘટનામાં કોઇ મોટી જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ આ પ્રકારની બેદરકારી સામે આવતા મા-બાપ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો કહી શકાય છે.

હું અન્ય બાઇકમાં હોસ્પિટલમાં પહોંચ્યો: મેયર

રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા હું રાત્રીના દસ વાગ્યાની આસપાસ મારા ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન ઇન્દ્રપ્રષ્થના નાળા પાસે મારી આગળની કારમાં બે દીકરીઓ સનરૂફ ખોલીન ઉભી હતી. જ્યારે આ અંગે તેના પરિવારના સભ્યોનું ધ્યાન નહોતું. એવામાં અચાનક નાળાની ઉપર એંગલ કર્મ બેઠેલી મોટી દીકરીના માથાના ભાગે લાગતાં તે ઢળી પડી હતી. જે સમગ્ર ઘટના મેં જોઈ હતી અને હું તાત્કાલિક મારી ગાડીમાંથી ઉતર્યો હતો. દીકરીને મારી કારમાં બેસાડીને તેને તાત્કાલિક હોસ્પિટલ રવાના કરી હતી. જ્યારે તેના પરિવારને પણ મારા કારમાં બેસાડીને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

અકસ્માત બાદ મેયરના પીએ ડ્રાઇવિંગ કરીને આવ્યા

જ્યારે કારના સનરૂફમાં ઊભેલી દીકરી સાથે આ પ્રકારની ઘટનાઓ સામે આવતા દીકરી અને તેમના પરિવારને મેરે પોતાની ગાડીમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ત્યારે તેમની કાર મારા પીએ ચલાવીને હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા. આ ઘટના દરમિયાન હું પોતે પણ બાઇક પર બેસીને હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જ્યારે દીકરીને જેવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તાત્કાલિક તેની સારવાર શરૂઆત કરવામાં આવી હતી. જોકે ડોકટરોની ટીમ દ્વારા કોઈ જોખમ ન હોવાના પણ જણાવવામાં આવ્યું હતું. જેને લઇને તમામ લોકોને રાહતનો શ્વાસ લીધા હતો.

આ પણ વાંચોઃ રાજકોટમાંથી ડુપ્લીકેટ મહિલા ડૉક્ટર ઝડપાઇ

આ પણ વાંચોઃ જૂનાગઢની મહિલા ત્રણ બાળકો સાથે પ્રેમી સાથે રહેવા ગઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.