રાજકોટઃ સમગ્ર રાજ્યમાં આજથી શાળા- કોલેજો શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં પણ આજથી વિધિવત રીતે શાળા- કોલેજો શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં અંદાજીત 895 શાળાઓ આવેલી છે. જેમાં 80 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી ઓનલાઈન શિક્ષણ અપાતું હતું, પરંતુ આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોલવામાં આવ્યા
રાજ્યમાં આજથી શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લામાં પણ આજે શાળાઓ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે હાલ બોર્ડના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ બોલવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે. જેને લઈને શરુઆતના દિવસમા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. જેમ-જેમ વાતાવરણ અનુકૂળ આવશે એમ અન્ય ધોરણ વિદ્યાર્થીઓને પણ શાળાએ બોલાવામાં આવશે.
સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર સાથે એન્ટ્રી
કોરોના મહામારી વચ્ચે શાળાઓ શરૂ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં આજે વિવિધ શાળાઓ શરૂ કરવામાં આવી હતી. જને લઈને શાળાઓમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર સાથે એટલે કે, કોરોનાની ગ્રાઈડલાઇન પ્રમાણે એન્ટ્રી આપવામાં આવી હતી. જ્યારે વર્ગ ખંડમાં પણ 50 ટકા સંખ્યા સાથે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા.