ETV Bharat / state

survey of saurastra university: 76 ટકા લોકોએ સ્વીકાર્યું કે કોરોનાની બીજી લહેરમાં લોકોને સામાજિક સહકાર ઓછો મળ્યો - Latest news of Rajkot

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકોનો સર્વે (survey of saurastra university) કરવામાં આવ્યો હતો. જેમાં કોરોનાની બીજી લહેરમાં લોકોને કેવી તકલીફનો સામનો કરવો પડ્યો હતો. જેમાં 76 ટકા લોકોએ સ્વીકાર્યું હતું કે, કોરોનાની બીજી લહેર (second wave of corona) માં લોકોનો સાથ સહકાર ઓછો મળ્યો છે. આ પરિસ્થિતિએ નકારાત્મક બાબતો ખૂબ દેખાડી પણ સામે કેટલીક સારી અને પ્રામાણિક બાબતો પણ જોવા મળી છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jul 24, 2021, 7:53 PM IST

  • સર્વે: 76 ટકા લોકોએ સ્વીકાર્યું, કોરોનાની બીજી લહેરમાં લોકોને સામાજિક સહકાર ઓછો મળ્યો
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્વે કરાયો
  • કોરોનાએ કેટલાક સારા તો કેટલાક કપરા દિવસો દેખાડ્યા

રાજકોટ: છેલ્લા દોઢ- બે વર્ષથી લોકો ચિંતિત છે, ત્યારે ઘણા લોકોને માનસિક અને આર્થિક સધિયારો આપીને લોકોએ શાંતિ મેળવી હતી. ઘણા લોકોનું દુઃખ દૂર કરવા જાણે કુદરત જમીન પર પ્રગટ થયો હોય એવું ઘણા લોકોએ જણાવ્યું હતું. આવી મહામારી હોવા છતાં લોકો સમાજમાં રહીને સામાજિક આધાર (Social support) આપતા હતા. એવુ જાણ્યું કે, સામાજિક આધાર (Social support) જો કોઈ વ્યક્તિને આપવામાં આવે તો માણસ મન અને તનથી ખૂબ જ મજબૂત બની જાય છે. આ આધુનિક યુગમાં સૌથી અગત્યનું પરિબળ જો કોઈ હોય તો તે છે સામાજિક આધાર. જો લોકોને સામાજિક આધાર મળી રહે તો જીવન જીવવામાં ઘણું સરળ રહે છે. જ્યારે વ્યક્તિ શારીરિક, માનસિક કે સામાજિક ચિંતા અનુભવતી હોય, હતાશ હોય, મનોભારથી ઘેરાયેલી હોય અને જ્યારે તેની જરૂરિયાત હોય ત્યારે જો સમાજની કોઈ બીજી વ્યક્તિ દ્વારા સપોર્ટ મળે છે અને વ્યક્તિ સ્વસ્થતા અનુભવે, નિશ્ચિન્ત થઇ જાય ત્યારે સામાજિક આધાર ઉપયોગી બન્યું કહેવાય. જે વ્યક્તિ પર થતી મનોદશાની નિષેધક અસરને ઘટાડે છે. ઘણીવાર કુટુંબનો આધાર નથી મળતો ત્યારે સામાજિક આધાર મળી રહે છે. આ પરિસ્થિતિએ નકારાત્મક (negative) બાબતો ખૂબ દેખાડી પણ સામે કેટલીક સારી અને પ્રામાણિક બાબતો પણ જોવા મળી છે.

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરને લઈને અમદાવાદમાં સૌપ્રથમવાર બાળકોનો કરાયો સર્વે, 1600 બાળકોમાં જોવા મળ્યું રિસ્ક ફેક્ટર

940 લોકોને પ્રશ્ન પૂછીને સામાજિક સહકાર પર સર્વે કર્યો

સામાજિક આધાર મન અને શરીર માટે એક સારી દવા તરીકે કામ કરે છે. જે લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય (Physical and mental health) ને ખૂબ સારુ રાખે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક (Professor of Psychology Bhavan) ડૉ.ડિમ્પલ રામાણી અને ભટ્ટ કર્તવીએ 940 લોકોને પ્રશ્ન પૂછીને સામાજિક સહકાર પર સર્વે (survey) કર્યો હતો.

1. બીજી લહેરમાં લોકોને સામાજિક સહકાર ઓછો મળ્યો એવા સવાલના જવાબમાં 76 ટકા લોકોએ સ્વીકાર્યું કે, ત્યારે કોઈ કોઈને સહકાર નહોતા આપતાં.

2. લોકોને જ્યારે ઓક્સિજન અને રેમડેસીવીરની જરૂર હતી ત્યારે લોકો સહકાર આપતાં હતા ? ત્યારે 69 ટકા લોકોએ ના કહી.

અન્ય મનોવૈજ્ઞાનિક પ્રશ્નો :

  1. શું ક્યારેક એવું લાગે છે કે મારી સાથે આદરપૂર્વક વર્તન થતું નથી અને મારી સાથે શું થાય છે તેની કોઈ કાળજી લેતું નથી? 45 ટકા લોકોએ હા કહીં કે અમારી કોઈ કાળજી લેતું નથી અને યોગ્ય વર્તન કરતું નથી.
  2. શું ક્યારેક એવું અનુભવાય છે કે હું જે કહું છું તે લોકો બરાબર સંભાળતા નથી અને કોઈ સાચા મિત્રો નથી? 54 ટકા લોકોને એવું લાગે છે કે તેમને બરાબર લોકો સાંભળતા નથી.
  3. શું લોકો ઘણી વખત કોઈ પણ ભોગે મદદ કરવા તૈયાર હોય છે? 18 ટકા એ હા કહીં બાકીના 82 ટકા એ જણાવ્યું કે પોતાના સ્વાર્થ વગર કોઈ મદદ કરતું નથી.
  4. ક્યારેય તેવું લાગે છે કે નજીકની વ્યક્તિઓ પણ બરાબર સમજી નથી શકતા અથવા બોસ કે ઘરના વડીલો સામે તેમના અનુરૂપ વર્તન કરવું પડતું હોય છે? 54 ટકા એ કહ્યું કે અનુકૂળ વર્તન પરાણે કરવું પડે છે.
  5. કેટલીક સમસ્યાઓનો જવાબદારી પૂર્વક ઉકેલ ન લાવી શકો ત્યારે તેના પ્રત્યે ધ્યાન દોરાય છે? 36 ટકા એ હા કહીં.
  6. શું તમારા ઘરના લોકો હંમેશા એકબીજાને મદદરૂપ બને છે અને તમારા સારા કાર્યોની પ્રશંસા કરે છે? 27 ટકા એ હા કહીં.
  7. તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમારા જેવા મૂલ્યો કે વિચારો ધરાવતી હોય અને જેના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી શકતા હોય? 13 ટકા એ હા કહીં.
  8. શું લોકો ઘણી વખત અપમાનિત કે ટીકા કરે છે ? 81 ટકા એ જણાવ્યું કે લોકો ટીકા કરવા કે અપમાનિત કરવા તત્પર હોય છે.
  9. શું તમારી સમસ્યાઓની ચર્ચા અન્યો સાથે કરીને શાંતિ અનુભવો છો? 80.10 ટકા કહ્યું કે મન હળવું થાય છે.
  10. શું તમને ઘણીવાર મિત્રો સાથે પણ એકલતા અનુભવાય છે ? 45 ટકા હા કહે છે કે મિત્રો વચ્ચે પણ એકલતાનો અહેસાસ થાય છે.
  11. જ્યારે તમે અન્યો માટે કાર્ય કરો ત્યારે તેઓ તમને વખાણે છે? 72 ટકા એ કહ્યું કે તે કામ પૂરતા વખાણ થાય છે પછી નહીં.

સામાજિક સહકાર એટલે શું ?

  • જેના પર આપણે ભરોસો કે વિશ્વાસ રાખી શકીએ
  • આવેગાત્મક કાળજી રાખવી
  • લાગણી હોવી
  • માનવતા હોવી
  • એકબીજા સાથે પ્રેમભાવ રાખવો
  • એકબીજાને મદદ કરવાની ભાવના ( વસ્તુઓ, સેવાઓ )
  • બીજા લોકોના મૂલ્યોનું અને બીજાના અસ્તિત્વનું ભાન રાખવું
  • સહાનુભૂતિ રાખવી
  • બીજાનું સારુ ઇચ્છવું.
  • વાસ્તવિકત માહિતી આપવી
  • સારુ વાતાવરણ રાખવું
  • અન્ય લોકો કે જૂથોમાંથી વ્યક્તિને મળતી મદદ
  • આશ્વાસન
  • એકબીજાને સન્માન આપવું.
  • સામાજિક આધારને અન્ય લોકો સાથેની આંતરક્રિયા દ્વારા વ્યક્તિની મૂળભૂત સામાજિક જરૂરિયાતોના સંતોષની કક્ષા તરીકે ઓળખવું
  • લોકો પ્રત્યે સામાજિક સહકારનું કાર્ય શું ?
  • સ્વાસ્થ્યની જાળવણી કરવાનું
  • ચિંતા ઘટાડવાનું
  • મનોભાર અટકાવવાનું
  • ઢાલ બનીને સહાય કરવી
  • લોકોને સાચા અને સારા માર્ગે દોરવાનું
  • સબંધો કેળવવાનું
  • માનવતા જાળવી રાખવાનું
  • પ્રામાણિકતા રાખવાનું
  • લોકોના દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી
  • લોકોની સમસ્યાનો હલ કરવાનું
  • કોઈપણ ઘટનાનું નિવારણ કરવાનું
  • શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક રીતે સહાય કરવી

સામાજિક (સહકાર) આધારના સ્ત્રોતો :

  • જીવનસાથી
  • પ્રેમી
  • કુટુંબ
  • પાડોશી
  • મિત્રો
  • શાળા
  • સહકાર્મચારીઓ
  • ડોક્ટરો, શિક્ષક, પોલીસ, અધિકારીઓ વગેરે
  • જ્ઞાતિના સભ્યો
  • વિવિધ સામાજિક સંસ્થાઓ
  • સામાજિક કાર્યકરો

સામાજિક આધારના પ્રકારો :

સામાજિક આધાર ( સહકાર ) હકીકતે વ્યક્તિને શું પુરુ પાડે છે તે આ પ્રકારો દર્શાવે છે.

(1) આવેગાત્મક આધાર ( emotional support ):-

આવેગાત્મક આધારમાં પરાનુભૂતિની અભિવ્યક્તિ, કાળજી અને વ્યક્તિ માટેની લાગણીનો તેમાં સમાવેશ થાય છે. આવેગાત્મક આધાર વ્યક્તિને એવી સુખદ પરિસ્થિતિમા મૂકે છે. જેથી તેને કોઈ પ્રેમ કરે છે તેવી લાગણી અનુભવે છે. વ્યક્તિ આ આધાર દ્વારા પોતે અન્ય સાથે જોડાયેલો છે તેવી ભાવના અનુભવે છે.

(2) ગૌરવરૂપ આધાર ( Esteem support):-

આ પ્રકારનો આધાર વ્યક્તિ પ્રત્યે વિઘાયક ભાવ વ્યક્ત કરીને, પ્રોત્સાહન આપીને તેના વિચારો અને લાગણીઓ પ્રત્યે સહમતી દર્શાવીને તેમજ અન્ય લોકોની તુલનામાં પોતે કેટલી સારી છે એવુ વિધાયક મૂલ્ય વધારીને આ આધાર આપી શકાય. આ આધાર વ્યક્તિમા સ્વ - યોગ્યતાની લાગણીને વિકસાવે છે. તેથી પોતે કાર્યક્ષમ છે તેમ અનુભવે છે.

(3) સાધનરૂપ આધાર ( Instrumental support ):-

મનોભારયુક્ત પરિસ્થિતિમા સપડાયેલી વ્યક્તિને સીધેસીધી મદદ કરવામાં આવે ત્યારે તેને સાધનરૂપ આધાર ગણી શકાય. આ પ્રકારના આધારમાં વ્યક્તિને આર્થિક મદદ, ભૌતિક ચીજવસ્તુઓની મદદ કે જરૂરી સેવા પુરી પાડવાની બાબાતોનો સમાવેશ કરી શકાય.

(4) માહિતિલક્ષી આધાર (ઇન્ફોરમેશનલ support ):-

વ્યક્તિને સલાહ - સૂચના, પ્રતિપુષ્ટિ કે જરૂરી માહિતી પુરી પાડીને આ પ્રકારનો અધાર આપી શકાય. જેમાં સાચી અને વાસ્તવિક માહિતીનો સમાવેશ કરી શકાય.

(5) નેટવર્ક આધાર ( Network support):-

આ પ્રકારના આધારમાં જુથના સભ્યોની લાગણી અને સભ્યો પોતાના રસ, રુચિ અને સામાજિક પ્રવૃત્તિઓમા ભાગ લેવાની બાબતોનો સમાવેશ કરી શકાય. નેટવર્ક આધારમાં વ્યક્તિ અન્ય કેટલી વ્યક્તિઓ સાથે સબંધ ધરાવે છે તેનું મહત્વ હોય છે. જેમ વ્યક્તિના અન્ય લોકો સાથે વધુ પ્રમાણમાં સબંધ હોય તેમ તેને નેટવર્ક આધાર વધુ કહેવાય.

આ પણ વાંચો: કલોલમાં કોલેરાનો સર્વે, 400થી વધુ કેસો સાથે 5 લોકોના મોત નીપજ્યા

મહામારી દરમિયાન સામાજિક આધાર આપતા કિસ્સાઓ :

(1) એક ભાઈને પોતાના વતનમાં જવું હતું પણ પૈસા ન હતા, ત્યારે તેમણે ચોરી કરી જે તેમની મજબૂરી હતી. ખૂબ જ દુઃખી થતા હતા અચાનક એક સામાજિક કાર્યકર આવીને તેની વ્યથા પૂછે છે. વ્યથા સાંભળતા જ સમાજ સેવાભાવીએ પોતાના પર્સમાંથી પૈસા કાઢે છે અને આપે છે સાથે કહે છે કે આ પૈસા જ્યાંથી લીધા છે ત્યાં મુકતા આવો. તમારા વતન જવા માટેના અને તમારા જમવાના પૈસા હું તમને આપું છું.

(2) એક ભાડે રહેતા વ્યક્તિની વ્યથા : માલિક મને થોડો સમય રહેવા આપો. અત્યારે તમે ખાલી કરવાનું કહેશો તો હું ક્યાં જઈશ ? મારી પાસે એટલા ભાડાના પૈસા પણ નથી. તે એક બીજાને ભાઈને મળે છે અને કહે છે કે, તમારી લાગવગ તો છેક સરકાર સુધી છે તો તમે કોઈને વાત કરો ને કે અમારા જેવા ગરીબોની રહેવાની વ્યવસ્થા કરાવી દે. બીજા ભાઈને કશું જ લેવાદેવા ન હતું પણ એને થયું કે માનવતાની દ્રષ્ટિએ મારે તેને મદદ કરવી જોઈએ. એ ભાઈએ કહ્યું હતું કે, એક કામ કર મારી વાડીએ રહેવા આવી જા તારા પરિવાર સાથે. ત્યાં રહેજે થોડું ઘણું વાડીનું કામ કરજો જ્યાં સુધી લોકડાઉન ન ખુલે ત્યાં સુધી. આને કહેવાય સામાજિક આધાર.

(3) અમારો વિસ્તાર ખૂબ જ ગરીબ છે. તમે બધા મોટા માણસો છો. આ લોકડાઉન છે. બધું બંધ છે તો અમે ક્યાં કમાવવા જઈએ? અમારા જમવાની વ્યવસ્થા કરી આપો ને? તરત જ એ કાર્યકરે એક સંસ્થા એટલે કે તે ભૂખ્યા અને ગરીબ માણસોને જમાડતી હતી તેને ફોન કરી જમવાની વ્યવસ્થા કરી દીધી.

(4) એક એવા સેવાભાવી વ્યક્તિ કે પોતે અને તેમના કુટુંબના સભ્યો બીમાર હોવા છતાં લોકોના મનોભારને અને ચિંતાને હળવી કરી લોકોને સધીયારો આપતા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.