ETV Bharat / state

Saurashtra University Graduation Ceremony: પેપરલીક મામલે કાયદેસરની કાર્યવાહી થશે - ઋષિકેશ પટેલ - રાજયકક્ષાના પ્રધાન પ્રફુલ પાનસુરીયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 57મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કેબિેનેટ પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજયકક્ષાના પ્રધાન પ્રફુલ પાનસુરીયા ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલી હાજર રહીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલની એક વિદ્યાર્થીને 10 જેટલા ગોલ્ડ મોડલ મળ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 57મો પદવીદાન સમારોહ યોજાયો

author img

By

Published : Jan 20, 2023, 4:39 PM IST

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલની એક વિદ્યાર્થીને 10 જેટલા ગોલ્ડ મોડલ એકી સાથે મળ્યા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાનજી ભુટા બારોટ હોલ ખાતે કેબિેનેટ પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજયકક્ષાના પ્રફુલભાઈ પાનસુરીયાની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 57મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ તકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્ચ્યુઅલ માધ્યમની ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. એ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી બની ગઈ છે કે જ્યાં એક સાથ એગ્રીકલ્ચર અને એનીમલ હસ્બન્ડરીનો અભ્યાસ કરાવવામાં આવશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્ચ્યુઅલી હાજર રહીને શિક્ષણનું મહત્વ સમજાવ્યું

રાજ્યપાલે સમજાવ્યું શિક્ષણનું મહત્વ: રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહત્વપૂર્ણ છે. એક લક્ષ્ય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું લક્ષ્ય આજે પૂર્ણ થયું છે. સુવર્ણ પદક અને પદવી મેળવનાર વિદ્યાર્થીઓના લક્ષ્યને પૂર્ણ કરવામાં ગુરુ અને માતા - પિતાની ભૂમિકા વધુ મહત્વની છે. જેના પ્રયાસો - તપસ્યા - પરિશ્રમ અને અનુભવો થકી જ તમને આ પદવી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું છે. જે શિક્ષણ તમને જવાબદાર નાગરિક ન બનાવી શકે એ શિક્ષણનું કોઈ મૂલ્ય નથી. ત્યારે તમને મળેલી શિક્ષાનું સમ્માન કરીને એક જવાબદાર નાગરિક બનવાની જવાબદારી વધી જાય છે. આપણા વ્યવહારથી સમાજમાં આપણા ગુરુ અને માતા - પિતાનું ગૌરવ વધારવું જોઈએ તેમ રાજ્યપાલે ઉમેર્યું હતું.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સીટી સંલગ્ન કોલેજોમાં એડમિશન પ્રક્રિયામાં ગેરરીતી આચરાતી હોવાના NSUIના આક્ષેપો

મેડિકલની વિદ્યાર્થીને 10 ગોલ્ડ મેડલ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલની એક વિદ્યાર્થીને 10 જેટલા ગોલ્ડ મોડલ એકી સાથે મળ્યા હતા. જામનગરની ડો. આનંદ તાનીયા ઇન્દ્રપાલે આ અંગે જણાવ્યું હતું કે આજે મને જે મળ્યું છે તે મારા માટે ગર્વની વાત છે. હું ખુજ ખુશ છું અને લોકોને કહેવા માગું છું કે તમે પરિશ્રમ કરતા રહો અને ફળની ચિંતા ન કરો. જ્યારે તમે પરિશ્રમ કરતો તેનું પણ ફળ આજ નહિ તો કાલ તમને મળશે. જ્યારે આ ગોલ્ડ મેડલ આ તેને MBBSના વિવિધ વિષયોમાં સૌથી વધુ માર્ક મેળવવા માટે મળ્યા છે સને તેને આજે પદવી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવી છે.

પેપરલીક મામલે કાયદેસરની કાર્યવાહી થશે - ઋષિકેશ પટેલ

એઇમ્સની કામગીરી તેજ: કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે એઇમ્સ ગુજરાતને મળવી અને એમાં પણ રાજકોટને મળવી તે ચોક્કસ સૌરાષ્ટ્ર માટે ગર્વ લેવા જેવી બાબત છે. જ્યારે ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં મેડીકલ કોલેજો બને તે દિશામાં કામ શરૂ છે. જેની સાથે આ એઇમ્સની પણ સ્થાપના થઇ છે અને ખૂબ ઝડપથી કામ શરૂ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા પણ તેની કામગીરીનો રીવ્યુ કરતા હોય છે. જ્યારે IPD અને OPD શરૂ થઈ ગઈ છે. હાલમાં 50 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમજ આગામી દિવસોમાં ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે માટે કેન્દ્રી સરકારનું માર્ગદર્શન મળતું રહે છે.

આ પણ વાંચો: Vadodara : સંસ્કારનું સિંચન કરતા શિક્ષકે શિષ્યાની છેડતી કરતાં ખળભળાટ

પેપરલીક કાંડ મામલે કાયદેસરની કાર્યવાહી: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસો અગાઉ પેપર ફૂટવાની ઘટના બની હતી. જે મામલે કેબિનેટ પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે તપાસ થયા પછી અહેવાલ આવ્યા બાદ કે પણ કડક પગલાં આ મામલે લેવાના થતા હોય તે લેવામાં આવશે. કોઈપણ દોષિતને પેપરલીક મામલે છોડવામાં આવશે નહિ. જ્યારે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની જરૂર પડશે તો તે પણ કરશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.